બુટલેગર ગેંગ સામે ગુજસીટોક:આરોપી હરીશ ઊર્ફે હરિ સિંધીની ધરપકડ, કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા, હરિ સામે 27 ગુના નોંધાયેલા

બૂટલેગરો સામે એસએમસીના સપાટા બાદ શહેર પોલીસે પણ ગાળિયો કસ્યો છે. કુખ્યાત અલ્યુ સિંધી, જુબેર મેમણ, રવિ સિંધી અને પપ્પુ ડાવર સહિત આઠ સામે વારસીયા પોલીસે GUJCTOC (ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ) હેઠળ ગુનો નોંધ્યો છે. આ કેસમાં આજે આરોપી હરીશ ઊર્ફે હરિ સિંધીની ધરપકડ બાદ પોલીસે કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર રઘુવીર પંડ્યાએ દલીલો કરી હતી. ગુજસીટોક સ્પેશીયલ કોર્ટે આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હરી સામે 27 ગુના નોંધાયેલા છે. અલ્પુ સિંધી સહિત કુખ્યાત ગેંગે દારૂની કમાણીના હિસાબને લઈ બૂટલેગર હેરી સિંધીની હત્યાનો પ્રયાસ કરી ગેંગ વોર થઇ હતી. ગેંગ મોટાપાયે દારૂનું વેચાણ કરી કરોડો કમાતી હતી અને શહેરમાં ભય ઉભો કર્યો હતો. આ ગેંગ હથિયાર, બોગસ દસ્તાવેજથી જમીન, ખંડણી જેવા ગુના કરી જેલમાં ગયા બાદ જામીન મેળવી પરત ગંભીર ગુના આચરતી હતી. તાજેતરમાં અલ્યુ ગેંગ સહિતનો દારૂના હિસાબને લઈ ગેંગ વોર થઇ હતી. ફતેગંજ બ્રિજ પર એપ્રીલ મહિનામાં કુખ્યાત બૂટલેગર અલ્યુ સિંધી સહિતના સાગરીતે બૂટલેગર હેરી લુધવાણીની હત્યાનો પ્રયાસ કર્યો હતો. શહેરના માર્ગો ઉપર બૂટલેગરોએ હથિયારો લઈ પીછો કર્યો હતો. દારૂની કમાણીના હિસાબને લઈ ગેંગ વોરમાં પોલીસની આબરૂના ધજાગરા ઉડાવ્યા હતા. જેમાં રવિ દેવજાની સામે ગુનો નોંધાયો હતો. નોંધનિય છે કે, શહેર પોલીસે સંગઠિત ગેંગ સામે ગાળિયો કસ્યો હોવાનો આ ચોથો કિસ્સો છે. જેમાં સૌથી પહેલાં પોલીસે બિચ્છુ ગેંગ સામે ગુજસીટોકનો ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ ખંડણી, લૂંટ, રાયોટિંગ કરતી કાસમઆલા ગેંગ સામે ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ ચોરીઓ કરતી સિક્લીગર ગેંગ સામે ગુજસીટોક નોંધ્યો હતો. જ્યારે દારૂના ગુનામાં ગુનો નોંધ્યો હતો. તાજેતરમાં એસએમસીએ નિલુ સિંધી ગેંગ સામે ગુનો નોંધ્યો હતો.

Jun 2, 2025 - 03:48
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow