માતાએ દીકરાની હાજરીમા પ્રેમી સાથે શરીર સંબંધ બાંધ્યા:પ્રેમીએ નાના બાળક સાથે હોટલમાં જ અડપલાં કર્યા, પતિએ પત્ની અને તેના પ્રેમી સામે ફરિયાદ નોંધાવી

રાજકોટમાં વધુ એક સભ્ય સમાજને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. ઘરકંકાસ બાદ દીકરાને લઈને પતિથી અલગ રહેતી પરિણીતાએ પોતાના સગીરા પુત્રની નજર સામે જ પ્રેમી સાથે શરીર સંબંધ બાંધ્યા હોવાનું સામે આવ્યું છે. પ્રેમીએ પરિણીતા સાથે રહેલા દીકરા સાથે શારરિક અડપલાં કર્યા હતા. આ મામલે પતિએ તેની પત્ની અને પ્રેમી સામે ફરિયાદ નોંધાવી છે. રાજકોટમાં રહેતા પતિએ તેની પત્ની અને પ્રેમી સામે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, તેની પત્ની સાથે વર્ષ 2023 માં ઝઘડો થતા પત્ની પોતાના દીકરાને લઇને તેના પિયરમાં જતી રહી હતી અને આ દરમ્યાન પત્ની પરિવારથી અલગ પોતાના દીકરા સાથે રહેતી હતી. તે દરમ્યાન પોતાના દીકરાને ઘરમાં મુકીને મિતરાજસિંહ મહિડા સાથે એકલી બહાર જતી રહેતી હતી અને મોડી રાતના ઘરે પાછી આવતી અને મિતરાજસિંહ પત્નીને મળવા અવાર નવાર આવતો અને બહાર કરવા જવાનું કહેતો હતો. આ દરમિયાન મિતરાજસિંહ પત્ની અને દીકરાને રાજકોટ શહેરમાં બસ સ્ટેશન પાછળ આવેલ હોટલ સીટી ઇનમાં લઇ ગયો હતો. જ્યાં મિતરાજસિંહે ફરિયાદીના દીકરાની હાજરીમાં કપડા કાઢી પત્ની સાથે શરીર સબંધ બાંધ્યો હતો. બાદમા પત્ની બાથરૂમ ગઈ હતી ત્યારે મીતરાજસિંહે પોતાના દિકરાના કપડા કઢાવી દિકરાના પ્રાઇવેટ પાર્ટ ઉપર અડપલા કર્યા હતા. જે બાબતે દીકરાએ તેની મમ્મીને ફરીયાદ કરતા પત્નીએ પોતાના દીકરાને ગાળો આપી માર મારી ચુપ કરાવી દીધો હતો. આ બંન્ને વ્યક્તિઓએ ફરિયાદીના દીકરાને ગાળો આપી ગર્ભીત ધમકી આપી હતી કે, જો આ બાબતે તુ કોઈને પણ વાત કરીશ તો તને મારી નાખશું. આ પ્રકારની ધમકી આપતા ફરિયાદીનો દીકરો ગભરાઈ ગયો હતો. જેથી આ મામલે પત્ની અને તેનાં પ્રેમી સામે પતિએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Jun 2, 2025 - 03:48
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow