ભરૂચમાં સટ્ટાબાજી ઝડપાઈ:ઇકરા સ્કૂલ પાસેથી ત્રણ શખ્સો પકડાયા, ₹17 હજારનો મુદ્દામાલ કબજે, બે ફરાર
ભરૂચ શહેરના બરકતવાડ વિસ્તારમાં ઇકરા સ્કૂલની બાજુમાં સટ્ટાબાજીની પ્રવૃત્તિ ઝડપાઈ છે. બી ડિવિઝન પોલીસે દરોડો પાડીને ત્રણ શખ્સોને રંગેહાથ પકડ્યા છે. આરોપીઓ પાસેથી રોકડ અને મોબાઇલ ફોન મળીને કુલ ₹17,210નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પીઆઈ વી.એસ. વણઝારાની ટીમને બાતમી મળી હતી કે ફીરદોશ એપાર્ટમેન્ટના સાબીર મલેક તેના સાથીઓ સાથે આંકફરક પર સટ્ટો રમાડી રહ્યો છે. પોલીસે દરોડો પાડીને હિતેશ પરમાર (38, તોપર બજાર), પ્રવિણ વસાવા (50, મોટો ભીલવાડો, પાલેજ) અને સાબીર મલેક (27, ફીરદોશ એપાર્ટમેન્ટ)ને પકડ્યા છે. બે આરોપીઓ મોહંમદ કેફ ઉર્ફે ચપાટી હુસેન પઠાણ (અબદલવાડ ચાર રસ્તા) અને સોએબ શેખ (ઘુષવાડ, ડુંગાજી સ્કૂલની બાજુ) ફરાર થઈ ગયા છે. પોલીસે સ્થળ પરથી ₹11,210ની રોકડ રકમ અને બે મોબાઇલ ફોન (કિંમત ₹6,000) જપ્ત કર્યા છે. આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

What's Your Reaction?






