વલસાડમાં કોરોના કેસ:25 વર્ષની સગર્ભા મહિલા સંક્રમિત, જિલ્લામાં કુલ 5 એક્ટિવ કેસ
વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણનો નવો કેસ નોંધાયો છે. મોગરાવાડી વિસ્તારના સહયોગ નગરની 25 વર્ષની સગર્ભા મહિલા કોરોના પોઝિટિવ આવી છે. દર્દીને વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેણીમાં કોરોનાના હળવા લક્ષણો જોવા મળ્યા છે અને તેની સ્થિતિ સ્થિર છે. હાલમાં તેણી એએનસી (એન્ટીનેટલ કેર) હેઠળ છે. આ નવા કેસ સાથે જિલ્લામાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 5 થઈ ગઈ છે. જિલ્લા આરોગ્ય વિભાગે નાગરિકોને તાવ, શરદી, ઉધરસ અને શરીરમાં દુખાવા જેવા લક્ષણો દેખાય તો તુરંત આરટીપીસીઆર ટેસ્ટ કરાવવા સૂચના આપી છે. સાથે જ કોવિડના સંક્રમણને રોકવા આરોગ્ય વિભાગની માર્ગદર્શિકાનું પાલન કરવા અપીલ કરી છે.

What's Your Reaction?






