કોરોનાની ફરી એન્ટ્રી:ધ્રાંગધ્રામાં ત્રણ કોરોના પોઝિટિવ કેસ, દર્દીઓ હોમ આઇસોલેશનમાં

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા પંથકમાં કોરોનાની ફરી એન્ટ્રી થઈ છે. ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં બે અને ગ્રામ્ય વિસ્તારમાં એક કેસ નોંધાયો છે. કુલ ત્રણ કેસમાં બે પુરુષો અને એક મહિલાનો સમાવેશ થાય છે. જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. બી.જી. ગોહિલના જણાવ્યા મુજબ, ત્રણેય દર્દીઓની લેબોરેટરી તપાસમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શહેરી વિસ્તારમાં એક પુરુષ અને એક મહિલા તથા ગ્રામ્ય વિસ્તારમાં એક પુરુષનો સમાવેશ થાય છે. દર્દીઓમાં સામાન્ય લક્ષણો જોવા મળ્યા હોવાથી તેમને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગે લોકોને સાવચેત રહેવા સૂચના આપી છે. સર્દી, ઉધરસ કે અન્ય લક્ષણો જણાય તો કોરોના ટેસ્ટ કરાવવા અને માસ્ક પહેરવા અપીલ કરવામાં આવી છે. જિલ્લાની તમામ હોસ્પિટલ, સામુહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને શંકાસ્પદ દર્દીઓના ટેસ્ટ કરવાની સૂચના આપવામાં આવી છે.

Jun 5, 2025 - 03:49
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow