સિક્કિમમાં ભૂસ્ખલનની ઝપેટમાં મિલિટરી કેમ્પ, 3નાં મોત:6 જવાન ગુમ; પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદ અને પૂરને કારણે અત્યાર સુધીમાં 37 લોકોએ જીવ ગુમાવ્યા
રવિવારે સાંજે 7 વાગ્યે ભારે વરસાદને કારણે સિક્કિમમાં એક મિલિટરી કેમ્પ ભૂસ્ખલનની ઝપેટમાં આવી ગયો છે. આમાં 3 લોકોના મોત થયા હતા, જેમના મૃતદેહ મળી આવ્યા છે. દુર્ઘટનામાં 6 જવાનો ગુમ થયા છે. સેનાએ સોમવારે આ ઘટનાની માહિતી જણાવી છે. સમાચાર એજન્સી પીટીઆઈએ એક રક્ષા અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે ચાર લોકોને બચાવી લેવામાં આવ્યા હતા અને તેમને સામાન્ય ઈજાઓ થઈ હતી. ગુમ થયેલા જવાનોને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલુ છે. બીજી તરફ, 30 મેથી સિક્કિમના લાચેન અને લાચુંગમાં ફસાયેલા એક હજારથી વધુ પ્રવાસીઓને આજે બહાર કાઢવામાં આવ્યા હતા. સિક્કિમ સહિત પૂર્વોત્તર રાજ્યોમાં છેલ્લા 4 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 37 લોકોએ જીવ ગુમાવ્યા છે. આમાં આસામમાં 10, અરુણાચલ પ્રદેશમાં 9, મિઝોરમમાં 5 અને મેઘાલયમાં 6 લોકોના મોતનો સમાવેશ થાય છે. સિક્કિમમાં, ઓક્ટોબર 2023માં વાદળ ફાટવાને કારણે તીસ્તા નદીમાં અચાનક આવેલા પૂરમાં 18 લોકો માર્યા ગયા હતા. ઓછામાં ઓછા 98 લોકો ગુમ થયા હતા, જેમાં 22 સૈન્ય કર્મચારીઓનો સમાવેશ થાય છે. તેમની કોઈ ભાળ મળી નહોતી. પૂર્વોત્તર રાજ્યોમાં પૂર અને ભૂસ્ખલનના ફોટા- પૂર-ભૂસ્ખલન અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવા માટે ભારતીય સેના, વાયુસેના અને આસામ રાઇફલ્સના જવાનોને તહેનાત કરાયા છે. આસામના 19 જિલ્લામાં પૂરથી 3.64 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. રોડ અને રેલવે સેવાઓ ઠપ થઈ ગઈ છે. બ્રહ્મપુત્ર અને બરાક સહિત દસ મુખ્ય નદી ભયજનક નિશાનથી ઉપર વહી રહી છે. મણિપુરમાં પૂરથી 19,000થી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. મુશળધાર વરસાદને કારણે 3,365 ઘરને નુકસાન થયું છે. રવિવારે બચાવ ટીમોએ અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી 1,500થી વધુ લોકોને બચાવ્યા. રેસ્ક્યૂ તસવીરોમાં અધિકારીઓ લોકોને પોતાની પીઠ પર ઉઠાવીને સુરક્ષિત સ્થળોએ લઈ જતા દેખાઈ રહ્યા છે. ત્રિપુરામાં પૂરથી 10 હજારથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. ભારે વરસાદને કારણે મિઝોરમની રાજધાની આઈઝોલમાં 2 જૂને બધી સ્કૂલો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. 30 મેથી રાજ્યમાં ભૂસ્ખલનની 211 ઘટના બની છે. 30 મેથી સિક્કિમના લાચેન અને લાચુંગમાં ફસાયેલા એક હજારથી વધુ પ્રવાસીઓને આજે બહાર કાઢવામાં આવી રહ્યા છે. અહીં રાજસ્થાનના 30 જિલ્લા અને મધ્યપ્રદેશના 50 જિલ્લામાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે. રવિવારે સાંજે બિહારના વૈશાલીમાં ભારે વાવાઝોડા અને વરસાદને કારણે ઘર ધરાશાયી થતાં 60 વર્ષીય મહિલાનું મોત થયું હતું. રાજ્યના 9 જિલ્લામાં વાવાઝોડા અને વરસાદની ચેતવણી આપવામાં આવી છે. મધ્યપ્રદેશ: 10 જૂન પછી ચોમાસાની એન્ટ્રી, આજે ભોપાલ-ઇન્દોર સહિત 50 જિલ્લામાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ 10 જૂન પછી જ ચોમાસું મધ્યપ્રદેશમાં પ્રવેશ કરશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં ચોમાસું મહારાષ્ટ્ર-છત્તીસગઢમાં એક જગ્યાએ અટવાયું છે. છેલ્લા કેટલાક દિવસોથી એમાં કોઈ પ્રગતિ થઈ નથી. અહીં ચોમાસાના આગમન પહેલાં સમગ્ર રાજ્યમાં વાવાઝોડા અને વરસાદનો સમયગાળો ચાલુ રહેશે. આજે સોમવારે 50 જિલ્લામાં વાવાઝોડા અને વરસાદની ચેતવણી આપવામાં આવી છે. બિહાર: 9 જિલ્લામાં વાવાઝોડા અને વરસાદની ચેતવણી, વૈશાલીમાં ઘર ધરાશાયી થવાથી એક મહિલાનું મોત; 40.6 ડિગ્રી તાપમાન સાથે પટના સૌથી ગરમ હવામાન વિભાગે આજે ઉત્તર બિહારના 9 જિલ્લામાં વરસાદ માટે યલો એલર્ટ જારી કર્યું છે. આ જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વીજળી પડવાની ચેતવણી પણ આપવામાં આવી છે. રાજધાની પટનામાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે, જોકે ભેજવાળી ગરમીથી રાહત મળવાની કોઈ શક્યતા નથી. તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો પણ થઈ શકે છે. હિમાચલ પ્રદેશ: કાલે ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, તાપમાનમાં પાંચ ડિગ્રીનો ઘટાડો, 4 જૂન સુધી વાદળો વરસશે હિમાચલ પ્રદેશમાં છેલ્લા એક અઠવાડિયાથી પડી રહેલા વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. 4 જૂન સુધી હવામાન ખરાબ રહેશે. આ દરમિયાન ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ અને વાવાઝોડું આવી શકે છે. હવામાન વિભાગે આવતીકાલે અને એ પછીના દિવસે 6 જિલ્લામાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. આ ચેતવણી ચંબા, કાંગડા, કુલુ, મંડી, લાહૌલ સ્પીતિ અને કિન્નૌર જિલ્લાઓ માટે જાહેર કરવામાં આવી છે. હરિયાણા: આજે વરસાદની શક્યતા, માર્ચથી અત્યારસુધીમાં સામાન્ય કરતાં 74% વધુ વરસાદ થયો છે આજે હરિયાણામાં પશ્ચિમી વિક્ષોભની અસર સંપૂર્ણપણે દેખાશે. આજે સોમવારે સમગ્ર હરિયાણામાં વરસાદની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ વરસાદ અને 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે. આ અંગે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પંજાબ: 16 જિલ્લામાં વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, ભટિંડામાં પારો 42.3 ડિગ્રી; આજે નવતપાનો છેલ્લો દિવસ, ગરમીની કોઈ અસર જોવા મળી નહીં સોમવારે પંજાબના 16 જિલ્લામાં વરસાદ, ભારે પવન અને વાવાઝોડા માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આજે રાજ્યમાં નવતપાનો છેલ્લો દિવસ છે, જોકે છેલ્લા દિવસે પણ ગરમીની કોઈ ખાસ અસર જોવા મળી ન હતી. રવિવારે ભટિંડા સૌથી ગરમ હતું. અહીં મહત્તમ તાપમાન 42.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. છત્તીસગઢ: રાયપુર-દુર્ગ સહિત 4 વિભાગમાં યલો એલર્ટ, સુરગુજા-બસ્તરમાં વાવાઝોડા, વરસાદ- વીજળીનું એલર્ટ છત્તીસગઢમાં હવામાન વિભાગે આજે બિલાસપુર વિભાગ સિવાય રાયપુર, દુર્ગ, સુરગુજા અને બસ્તર વિભાગના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અહીં વરસાદ, ભારે પવન અને વીજળી પડવાની શક્યતા છે. જો આપણે છેલ્લા 24 કલાકની વાત કરીએ તો, રાજ્યમાં સૌથી વધુ તાપમાન બિલાસપુરમાં 39.3 ડિગ્રી હતું, જ્યારે સૌથી ઓછું તાપમાન ગૌરેલા-પેંડ્રા-મારવાહીમાં 21.2 ડિગ્રી સેલ્સિયસ હતું. Topics:

What's Your Reaction?






