ઇન્ડિગોની ફ્લાઇટ ફરી એર ટર્બ્યુલન્સમાં ફસાઈ:રાયપુરથી દિલ્હી જઈ રહી હતી, 80 કિમીની ઝડપે પવન ફૂંકાતાં હવામાં ઘણાં ચક્કર માર્યાં, પછી સુરક્ષિત લેન્ડિંગ

છત્તીસગઢના રાયપુરથી દિલ્હી જતી ઇન્ડિગોની ફ્લાઇટ 6E 6313 રવિવારે ટર્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી. દિલ્હીમાં લેન્ડિંગ કરતાં પહેલાં પાઇલટે ફરીથી ફ્લાઇટ ઉડાવી હતી. દિલ્હી-એનસીઆરમાં બપોરે ધૂળના તોફાનને કારણે આ ઘટના બની. આ પછી ફ્લાઇટે આકાશમાં અનેક ચક્કર લગાવ્યા. બાદમાં, એર ટ્રાફિક કંટ્રોલ (ATC) તરફથી મંજૂરી મળ્યા બાદ, ફ્લાઇટને સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવી. ફ્લાઇટ હવામાં ફરતી હોવાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. ફ્લાઈટમાં બેઠેલા મુસાફરો ગભરાયેલા જોઈ શકાય છે. પાઇલટે મુસાફરોને કહ્યું હતું કે 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ફ્લાઇટની અંદરના 2 ફોટા... 21 મે: દિલ્હીથી શ્રીનગર જતી ઇન્ડિગોની ફ્લાઇટ ટર્બ્યુલન્સમાં ફસાઈ હતી 21 મેના રોજ દિલ્હીથી શ્રીનગર જતી ઇન્ડિગોની ફ્લાઇટ પર કરા પડવાને કારણે ભારે ટર્બ્યુલન્સનો સામનો કરવો પડ્યો હતો. આ સમય દરમિયાન પાઇલટે પાકિસ્તાનને તેના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવાની પરવાનગી માંગી હતી, જોકે પાકિસ્તાને ઈનકાર કર્યો હતો. સૂત્રોએ 22 મેના રોજ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે જ્યારે ઇન્ડિગો ફ્લાઇટ અમૃતસર ઉપરથી પસાર થઈ રહી હતી ત્યારે પાઇલટે થોડી ખલેલ અનુભવી હતી. ખરાબ હવામાનથી બચવા માટે તેણે લાહોર એર ટ્રાફિક કંટ્રોલ (ATC)નો સંપર્ક કર્યો અને પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશવાની પરવાનગી માગી. લાહોર એટીસીએ પાઇલટને સ્પષ્ટપણે ના પાડી દીધી, જેના કારણે ફ્લાઇટને તેના નિર્ધારિત રૂટ પર આગળ વધવું પડ્યું. આગળ જતાં ફ્લાઈટ ભીષણ ટર્બ્યુલન્સની ઝપટમાં આવી ગઈ. ફ્લાઇટ જોરથી ધ્રૂજવા લાગી. ફ્લાઇટમાં 224 લોકો સવાર હતા. જોરદાર આંચકાઓને કારણે બધા ચીસો પાડવા લાગ્યા. પાઇલટે શ્રીનગર એટીસીને જાણ કરી અને ફ્લાઇટનું ઇમર્જન્સી લેન્ડિંગ કરાવ્યું. લેન્ડિંગ પછી એવું જોવા મળ્યું કે ફ્લાઇટનો આગળનો ભાગ (નોઝ કોન) તૂટી ગયો હતો. ફ્લાઇટની અંદરના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, જેમાં લોકો તેમના જીવન માટે પ્રાર્થના કરતા જોઈ શકાય છે. બાળકોના રડવાના અવાજો પણ આવી રહ્યા છે. સંપૂર્ણ સમાચાર વાંચો... શું ટર્બ્યુલન્સ વિમાન દુર્ઘટનાનું કારણ બની શકે છે?

Jun 3, 2025 - 17:21
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow