ગોરવા પોલીસ સ્ટેશનને શિફ્ટ કરાયું:વડોદરાના ગોરવા પોલીસ સ્ટેશનનું નવું હંગામી સરનામું ગોરવા શાકમાર્કેટ પાસે પાસે હશે, 18 મહિનામાં નવું આધુનિક બિલ્ડીંગ તૈયાર થશે

વડોદરા શહેરના ગોરવા પોલીસ સ્ટેશનનું નવું બિલ્ડિંગ બનવા જઈ રહ્યું હોવાથી આગામી 18 મહિના માટે પોલીસ સ્ટેશનને હંગામી ધોરણે નવા સરનામે ખસેડવામાં આવ્યું છે. ગોરવા પોલીસ સ્ટેશનનું નવું હંગામી સરનામું હવે ગોરવા શાકમાર્કેટ પાસે રહેશે. નાગરિકોને અગવડતા ન પડે તે માટે હંગામી વ્યવસ્થા ગોઠવાઈ આ શિફ્ટિંગ દરમિયાન વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિમ્હા કોમર પણ ઉપસ્થિત રહ્યા હતા. નવા પોલીસ સ્ટેશનના નિર્માણ કાર્યને કારણે નાગરિકોને કોઈ અગવડતા ન પડે તે સુનિશ્ચિત કરવા માટે આ હંગામી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. નાગરિકોને પોલીસ સંબંધિત કોઈપણ કાર્ય માટે નવા હંગામી સરનામે સંપર્ક કરવા વિનંતી છે. નવું બિલ્ડીંગ તૈયાર થવામાં 18 માસનો સમય લાગશે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યું હતું કે, ઝોન-2માં ગોરવા પોલીસ સ્ટેશન એક મહત્વનો પોલીસ સ્ટેશન છે. અહીં હાલ જુના બિલ્ડીંગમાં પોલીસ સ્ટેશન કાર્યરત છે, જેથી અહીં પાંચ માળનું અત્યાધુનિક નવું બિલ્ડીંગ તૈયાર થવાનું છે, જે કામગીરી 18 મહિના સુધી ચાલશે, જેથી હાલ જે પોલીસ સ્ટેશન કાર્યરત છે ત્યાંથી માત્ર 200 મીટરના અંતરે ગોરવા શાકમાર્કેટ પાસે ગોરવા પોલીસ સ્ટેશનને શિફ્ટ કરવામાં આવ્યું છે. પોલીસ સ્ટેશનને અપગ્રેડ કરવાની જરૂરિયાત હતી તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, વડોદરા શહેરના તમામ પોલીસ સ્ટેશન આધુનિક બને અને સુરક્ષા સંબંધિત કામગીરી સારી રીતે કરી શકે એવું આયોજન છે. જેને લઈને શહેરના કેટલાક પોલીસ સ્ટેશનને અપગ્રેડ કરવાની જરૂર હતી. જેમાં ગોરવા પોલીસ સ્ટેશન અને માંજલપુર પોલીસ સ્ટેશનને મોર્ડન અને અપડેટ કરવાની કામગીરી આપણે શરૂ કરવાની છે. આ બંને પોલીસ સ્ટેશનનું બાંધકામ શરૂ થઈ ગયું છે.

Jun 6, 2025 - 20:19
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow