જામનગરમાં મુખ્યમંત્રીના આગમન પહેલાં શહેરની કાયાપલટ:રસ્તાઓ પર કલરકામ, ડામર રિ-કાર્પેટિંગ, દબાણો દૂર કરાયા, રૂટ પરના સ્પીડ બ્રેકર્સ હટાવાયા

જામનગર શહેરમાં આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રીના આગમન પહેલાં મહાનગરપાલિકાનું તંત્ર સક્રિય થયું છે. એરપોર્ટથી ટાઉનહોલ સુધીના માર્ગે વિશેષ સાફ-સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે. શરૂ સેક્શન રોડ, કલેક્ટર કચેરી અને ગુલાબનગર સહિતના વિસ્તારોમાં દિવસ-રાત કામગીરી ચાલી રહી છે. ગૌરવ પથ માર્ગ પરની તૂટેલી રેલિંગને રિપેર કરી રંગરોગન કરવામાં આવ્યું છે. રસ્તાઓ પરના ખાડાઓને ડામર પાથરીને સમારવામાં આવ્યા છે. મુખ્યમંત્રીના રૂટ પરથી તમામ જાહેરાત હોર્ડિંગ્સ અને બોર્ડ્સ દૂર કરવામાં આવ્યા છે. રસ્તા પરના સ્પીડ બ્રેકર્સ હટાવી દેવામાં આવ્યા છે. રેકડી-કેબિન, પથારા અને મંડપ જેવા દબાણો પણ દૂર કરવામાં આવ્યા છે. આડેધડ પાર્ક કરેલા વાહનોને પણ હટાવવામાં આવ્યા છે. શહેરમાં VIP આગમન વખતે આવી હંગામી સાફ-સફાઈ કરવામાં આવે છે. નગરજનોને પણ ટૂંકા સમય માટે આ સુવિધાનો લાભ મળે છે. જામનગરવાસીઓ મુખ્યમંત્રીના આગમનને કારણે શહેર સ્વચ્છ થવાનું સ્વાગત કરી રહ્યા છે.

Jun 6, 2025 - 20:21
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow