'માલિક પૈદા નહીં હુએ તો ક્યા, બન તો સકતે હૈ':રાજકુમાર રાવની 'માલિક'નું ટીઝર લોન્ચ, ગેંગસ્ટર ડ્રામામાં એક્ટરનું અત્યારસુધીનું સૌથી ઘાતક રૂપ
રાજકુમાર રાવ સામાન્ય રીતે મધ્યમવર્ગીય પરિવારનો ભોળપણ ધરાવતો અને કૉમિક ટચ ધરાવતો હોય તેવા યુવકની ભૂમિકામાં જોવા મળતો હોય છે. જોકે, તેની આગામી ફિલ્મ 'માલિક'માં તેનું અગાઉ ક્યારેય ન જોયું હોય તેવું ઘાતક સ્વરૂપ જોવા મળવાનું છે. પુલકિતે ડિરેક્ટ કરેલી 'માલિક'ના ટીઝરે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. રાજકુમાર રાવ અત્યારસુધીના સૌથી ડાર્ક, સૌથી ખતરનાક ટ્રાન્સફોર્મેશનમાં દેખાઈ રહ્યો છે. અલાહાબાદના બેરડ્રોપ પર ફિલ્મ આધારિત 1988ના અલાહાબાદના બેકડ્રોપ પર આધારિત આ ફિલ્મનું ટીઝર લોહિયાળ સંઘર્ષ, ડરથી ભરેલા અંડરવર્લ્ડ ડ્રામાનો પરિચય કરાવે છે. ભાવહીન નજરથી લઈને નિર્દય એક્શન સિક્વન્સ સુધી રાજકુમાર રાવ ગેંગસ્ટર તરીકે સ્ક્રીન પર છવાયેલો જોવા મળે છે. રાજકુમાર રાવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ઇન્સ્ટાગ્રામ અને એક્સ (અગાઉ ટ્વિટર) પર ફિલ્મનું ટીઝર શેર કર્યું છે. સાથે જ લખ્યું છે કે, 'માલિક કો મિલને આ જાના 11 જુલાઇ કો, સિનેમાઘરો મેં.' 'હમારી કહાની મેં હમ હીરો હૈ' 'માલિક પૈદા નહીં હુએ તો ક્યા, બન તો સકતે હૈ', 'દુનિયા મેં દો તરીકે કા લોગ હોતા હૈ, એક જો પસીના બહાકર અપના હક કા રોટી કમાતા હૈ, ઔર એક જો ખૂન પસીના બહાકર અપના હક કા રોટી છીન લેતા હૈ, હમ દુસરા વાલા હૈ' અને 'દુસરો કો ક્યા લગતા હૈ કી હમ વિલન હૈ કી હીરો હૈ, હમારી કહાની મેં હમ હીરો હૈ' જેવા ફિલ્મના ડાયલૉગ્સ પાત્રને કોન્ફિડન્સને ખૂબ સારી રીતે રજૂ કરે છે. હુમા કુરેશી અને માનુષી છીલ્લર પણ ફિલ્મનો અગત્યનો ભાગ પુલકિતના ડિરેક્શનમાં બનેલી અને કુમાર તૌરાણી-જય શવકર્મણીએ પ્રોડ્યૂસ કરેલી ફિલ્મ 'માલિક'માં રાજકુમાર રાવ ઉપરાંત હુમા કુરેશી, મેધા શંકર, પ્રસનજીત ચેટર્જી, માનુષી છીલ્લર (મિસ વર્લ્ડ 2017) સહિતના એક્ટર્સ અગત્યની ભૂમિકા ભજવી રહ્યા છે.

What's Your Reaction?






