બિયાસ કુંડ પર બે નાનકડા સાહસિક ટ્રેકર્સની યાત્રા:2 વર્ષની સાવી સિકેનિસ અને 9 વર્ષની ત્વિષા સિકેનિસે પરિવાર સાથે 12,300 ફૂટ ઊંચે પર્વત સર કર્યો

વડોદરાની "ઈકો એડવેન્ચર ટ્રેઇલ"ના નેતૃત્વ હેઠળ એક અનોખા અને પ્રેરણાદાયી ટ્રેકિંગ અભિયાન બિયાસ કુંડ ટ્રેક (Beas Kund Trek)ની સફળ પૂર્ણાહુતિ થઇ છે. 4 મે થી 12 મે 2025 દરમિયાન આ અભિયાનમાં ભારતના ત્રણ રાજ્યોમાંથી આવેલા 19 સાહસિકોએ ભાગ લીધો હતો. વિવિધ ટીમમાં બેંગ્લોરના 3, પુણેના 1, કલ્યાણ-મુંબઈના 1 અને વડોદરાના 14 સહભાગીઓનો સમાવેશ થતો હતો. ટ્રેકિંગમાં 2 વર્ષની બાળકીથી લઈને 60 વર્ષના વયોવૃદ્ધ ટ્રેકર અહીં ખાસ વાત એ છે કે, દરેક ઉંમરના સભ્યો સામેલ હતા સૌથી નાની 2 વર્ષની બાળકી સાવી સિકેનિસથી લઈને 60 વર્ષના વરિષ્ઠ ટ્રેકર વિજય ભટ્ટ સુધી! સાવીની સાથે તેની બહેન 9 વર્ષની ત્વિષા સિકેનિસ અને માતા-પિતા પણ જોડાયા હતા, જેમણે 10,000 ફૂટની ઊંચાઈ સુધી ટ્રેક કરીને દેશભરમાં સાહસના ચાહકો માટે પ્રેરણાસ્ત્રોત બની ગયા છે. આ સમગ્ર યાત્રાનું નેતૃત્વ જાણીતી પર્વતારોહણ નિષ્ણાત પ્રાચી અને પ્રાર્થનાએ કર્યું હતું. સોલાંગ ધોધથી યાત્રાની શરૂઆત કરી હતી 4 મેના રોજ ટીમે મનાલી નજીક સોલાંગ ધોધથી યાત્રાની શરૂઆત કરી હતી. આગળના દિવસોમાં 9,000 ફૂટના બેઝકેમ્પથી ધુંડી કેમ્પ સુધી (10000 ફૂટ) ટ્રેક કરીને, 8 મેના રોજ સવારે 9:30 વાગ્યે અંતિમ ચઢાઈ માટે કૂચ કરી. ટ્રેક દરમિયાન હળવા કરા અને ઠંડા પવન સાથે ઝણઝણાટીનો અનુભવ પણ થયો તેમછતાં ઉત્સાહ અડગ રહ્યો હતો. 3 વાગ્યે વરસાદ વચ્ચે ઉતરાણ શરૂ કર્યું હતું બપોરે 2 વાગ્યે ટ્રેકર્સ પવિત્ર બિયાસ કુંડ પર પહોંચ્યા હતા. જ્યાં પર્વતોથી ઘેરાયેલું આ શાંત અને નમ્ર સ્થળ શારીરિક રીતે પણ અને ભાવનાત્મક રીતે પણ દરેક માટે આધ્યાત્મિક ઊંચાઈનો અનુભવ હતો. 3 વાગ્યે વરસાદ વચ્ચે ઉતરાણ શરૂ થયું અને ઉત્સાહ સાથે સમગ્ર ટીમ 7:00-7:30 વચ્ચે બેઝકેમ્પ પર પાછી ફરી હતી. આ સાબિત કરે છે કે સાહસમાં માત્ર મંજિલ નહીં, યાત્રાની સાથે મળેલી યાદો પણ અનમોલ હોય છે. ઉંમર સાહસ માટે બાધક નથી આ ટ્રેકિંગ માત્ર પર્વતો સર કરવા પૂરતુ સીમિત નહોતું પણ તેમાં સંવેદનાને સ્પર્શતો અનુભવ પણ જોડાયો હતો. બાળકોથી લઈને વયવૃદ્ધ સભ્યો સુધી દરેકે પોતપોતાના અંદરના દ્રઢ વિશ્વાસ, ધીરજ અને પર્વતોના પ્રેમને અનુભવીને આ યાત્રાને જીવનભર માટે યાદગાર બનાવી. આ બિયાસ કુંડ સાહસ એક એવું પ્રેરણાસ્ત્રોત છે, જે દર્શાવે છે કે ઉંમર સાહસ માટે બાધક નથી – જો હોય તો દ્રઢ મન અને સહકારની ભાવના!

Jun 6, 2025 - 20:21
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow