ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ:ભારતીય શેરબજારમાં પ્રત્યાઘાતી ઘટાડા બાદ તેજી તરફી રૂખ!
વૈશ્વિક મોરચે રેટિંગ એજન્સી મૂડીઝ દ્વારા અમેરિકાના સોવરિન ડેટના આઉટલુકમાં ઘટાડો કરતાં અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અનિશ્ચિત નીતિઓને લઈ વિશ્વ સ્તબ્ધ હોઈ ભારત માટે પણ ટ્રમ્પના શૂન્ય ટેરિફ માટે સંમત થયાના વિવાદાસ્પદ નિવેદન અને બીજી તરફ ચીન અને અરબ દેશો તરફના ઝુંકાવને લઈ વૈશ્વિક વેપાર સ્થિતિ અનિશ્ચિત બની રહેતા સપ્તાહની શરૂઆતમાં ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો, જો કે જેપી મોર્ગન દ્વારા ભારતનું અર્થતંત્ર વિવિધ પડકારો વચ્ચે પણ મજબૂત ગ્રોથ સાથે વેગવાન રહેવાનો રિપોર્ટ અને સ્થાનિક સ્તરે આર્થિક વૃદ્ધિમાં વધારો તેમજ ફુગાવો કંટ્રોલમાં રહેવાની અપેક્ષાએ સપ્તાહના અંતે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. બજારની ભાવી દિશા.... મિત્રો, અમેરિકા દ્વારા જાહેર કરાયેલા રેસિપ્રોકલ ટેરિફના જોખમને કારણે વર્તમાન નાણાં વર્ષ માટે ભારતનું નિકાસ ભાવિ અનિશ્ચિત જણાઈ રહ્યું છે. ચીન તથા અમેરિકા બંને ભારતના મોટા વેપાર ભાગીદાર દેશ છે. અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ વોરને પરિણામે ભારતમાં વિદેશી કંપનીઓના ઉત્પાદન એકમો આવવાની તથા ભારતમાંથી નિકાસ વધવાની શકયતા હાલ પૂરતુ ઘટી ગઈ છે. અમેરિકા તથા ચીને એકબીજાના માલસામાન પર ટેરિફમાં ઘટાડો કરવાના લીધેલા નિર્ણયને કારણે ચીનમાંથી ફરી નિકાસ વધવાની શકયતા વધી ગઈ છે. ચીનમાં કાર્યરત વિદેશી કંપનીઓ જેઓ ચીનમાંથી પોતાના એકમો બંધ કરી ભારત, મેક્સિકો કે વિયેતનામ તરફ નજર દોડાવવા લાગી હતી તે હાલ પૂરતુ અટકી જશે અને ચીનમાં જ રહેવાનું પસંદ કરશે તેમ જણાય રહ્યું છે. ટેરિફ વોરને કારણે ચીન ઉપરાંત અન્ય દેશની જે શકયતા ઊભી થઈ હતી તે હવે ધીમી પડી ગઈ છે અને ચીન ખાતેથી આયાત કરવાનું અને ચીનમાં ઉત્પાદન મથકો ચાલુ રાખવાનું વૈશ્વિક કંપનીઓ મુનાસિબ ગણશે. આ અગાઉ અમેરિકાએ ચીનને બાદ કરતા અન્ય દેશો સાથેની ટેરિફ વોરને 90 દિવસ માટે સ્થગિત કરવાનો નિર્ણય કર્યો હતો જેને પરિણામે અમેરિકામાં નિકાસ વધારવા ભારતને આશા જાગી હતી. પરંતુ હવે ચીન સાથે ટેરિફ વોર સ્થગિત કરી દેવાતા ભારતની આશા ઘટી ગઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે 2017 થી 2021 દરમિયાન અમેરિકાના પ્રમુખ રહ્યા હતા ત્યારે, અમેરિકા સાથેના વેપારમાં ભારત છઠ્ઠું મોટું લાભકર્તા બની રહ્યું હતું, જો કે ટેરિફ હાલમાં 90 દિવસ માટે સ્થગિત કરાયા છે આમ છતાં તેને લગતા જોખમો યથાવત રહેતા અગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે. બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર... કેમ ખરું ને..!!! રાઈટ્સ લિ. ( BSE CODE – 541556 ) રાઈટ્સ લિમિટેડ એ મિનિરત્ન (કેટેગરી-I) શેડ્યૂલ ‘A’ કેન્દ્રીય જાહેર ક્ષેત્રની એન્ટરપ્રાઇઝ છે જેની સ્થાપના 26 એપ્રિલ 1974માં ભારત સરકારના રેલવે મંત્રાલય હેઠળ કરવામાં આવી હતી. કંપની એક અગ્રણી મલ્ટિડિસિપ્લિનરી એન્જિનિયરિંગ અને કન્સલ્ટન્સી સંસ્થા છે જે ભારત અને વિદેશમાં ટ્રાન્સપોર્ટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં કમિશનિંગ સેવાઓ અને સંકલિત સોલ્યુશન્સ માટે કસ્ટમાઇઝ્ડ સ્પર્ધાત્મક વૈવિધ્યસભર અને વ્યાપક ખ્યાલ પ્રદાન કરે છે. રાઈટ્સ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ પરિવહન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોને આવરી લે છે જેમ કે રેલ્વે, હાઈવે, એરપોર્ટ, રોપવે, શહેરી પરિવહન આંતરદેશીય જળમાર્ગો અને નવીનીકરણીય ઉર્જા વગેરે. રાઈટ્સ એ ભારતીય રેલ્વે મંત્રાલયની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે. રાઈટ્સ લિમિટેડને ભારત સરકારના રેલ્વે મંત્રાલય (MoR) દ્વારા સામેલ કરવામાં આવ્યું હતું અને તેને ભારતીય રેલ્વે સાથે સંકળાયેલા હોવાનો લાભ મળે છે જે વિશ્વનું ચોથું સૌથી લાંબુ રેલ નેટવર્ક છે. રાઈટ્સ લિ. સિવિલ કન્સ્ટ્રક્શન સેકટરની A/T+1 ગ્રુપની અગ્રણી કંપની છે. આ કંપનીની ફેસવેલ્યુ રૂ.10 છે. વર્તમાન ભાવે આ કંપનીની માર્કેટકેપ વેલ્યૂ અંદાજીત રૂ.13,214.20 કરોડ છે. આ કંપનીનું કુલ ટર્નઓવર અંદાજીત રૂ.1.00 કરોડ છે. આ કંપનીનો શેર બાવન સપ્તાહ દરમિયાન વધીને રૂ.398.50 અને ઘટીને રૂ.192.30 થયો છે. શેર હોલ્ડિંગ પેટર્ન : માર્ચ - 2025 કવાર્ટરમાં પ્રમોટર્સનું હોલ્ડીંગ 72.20% અને પબ્લિકનું હોલ્ડીંગ 27.80% આવેલ. બોનસ શેર : વર્ષ 2024 માં 1:1 શેર બોનસ આપેલ છે. ડિવિડન્ડ : કંપની દ્વારા વર્ષ 2021માં શેરદીઠ રૂ.15.00, વર્ષ 2022માં શેરદીઠ રૂ.19.50, વર્ષ 2023માં શેરદીઠ રૂ.20.25, વર્ષ 2024માં શેરદીઠ રૂ.14.00 અને વર્ષ 2025માં શેરદીઠ રૂ.1.90 ડિવિડન્ડ ચૂક્વવામાં આવેલ. નાણાકીય પરિણામ : (1) પૂર્ણ નાણાકીય વર્ષ એપ્રિલ 2023 થી માર્ચ 2024 : ચોખ્ખું વેચાણ રૂ.2519.62 કરોડની તુલનાએ ઘટીને રૂ.2312.00 કરોડ મેળવીને એનપીએમ 19.64% થકી ચોખ્ખો નફો રૂ.530.54 કરોડની તુલનાએ ઘટીને રૂ.454.11 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.18.90 નોંધાવી છે. (2) બીજું ત્રિમાસિક જુલાઈ 2024 થી સપ્ટેમ્બર 2024 : ચોખ્ખું વેચાણ રૂ.453.78 કરોડથી વધીને રૂ.510.39 કરોડ મેળવીને એનપીએમ 16.84% થકી ચોખ્ખો નફો રૂ.64.86 કરોડની તુલનાએ વધીને રૂ.85.96 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.1.79 નોંધાવી છે. (3) ત્રીજું ત્રિમાસિક ઓકટોબર 2024 થી ડિસેમ્બર 2024 : ચોખ્ખું વેચાણ રૂ.510.39 કરોડથી વધીને રૂ.544.53 કરોડ મેળવીને એનપીએમ 17.44% થકી ચોખ્ખો નફો રૂ.85.96 કરોડની તુલનાએ વધીને રૂ.94.99 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.1.98 નોંધાવી છે. 52 અઠવાડિયાના ઉચ્ચતમ સ્તરથી 31.07% દૂર અને 52 અઠવાડિયાના નીચા સ્તરથી 42.76% દૂર આ કંપનીમાં છેલ્લા 3 ક્વાર્ટરમાં દર ક્વાર્ટરમાં આવકમાં વધારો અને છેલ્લા 2 ક્વાર્ટરથી દર ક્વાર્ટરમાં નફામાં વધારો જોવા મળ્યો છે, તેમજ માર્ચ 2025 ના ક્વાર્ટરમાં જાહેર હિસ્સો 13.25% થી વધીને 13.59% થયો. સિવિલ કન્સ્ટ્રક્શન સેક્ટરની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.273 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.260 ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.285 થી રૂ.294 આસપાસ પ્રતિકૂળ સપાટી નોંધાવે તેવી સંભાવના છે....!! એસજેવીએન લિ. ( BSE CODE – 533206 ) SJVN લિમિટેડની સ્થાપના 24 મે 1988 ના રોજ નાથપા ઝાકરી પાવર કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ તરીકે કરવામાં આવી હતી. SJVN લિમિટેડ એ હાઇડ્રોઇલેક

What's Your Reaction?






