અયોધ્યામાં રામ દરબારની પહેલી ઝલક દેખાઈ:સુરતના વેપારીએ હીરા, સોના-ચાંદીના આભૂષણોનું દાન કર્યું; ચાર્ટર્ડ પ્લેનથી લાવવામાં આવ્યા

આજે અયોધ્યા રામ મંદિરમાં રામ દરબારની અભિજિત મુહૂર્તમાં પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી છે. સીએમ યોગીએ રામ દરબારની પૂજા કરી. પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ સવારે 11.25થી 11.40 વાગ્યા સુધી ચાલ્યો હતો. રામ દરબાર રામલલ્લાના ગર્ભગૃહની ઉપર, એટલે કે પહેલા માળે બનાવવામાં આવ્યો છે. સુરતના વેપારીએ હીરા, સોના-ચાંદીના આભૂષણોનું દાન કર્યું છે, જેને ચાર્ટર્ડ પ્લેનથી લાવવામાં આવ્યા હતા. એમાં ભગવાન રામ, માતા સીતા, ત્રણ ભાઈ - લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન તેમજ હનુમાનજીની મૂર્તિઓ છે. કાશીના પૂજારી જય પ્રકાશ ત્રિપાઠીએ 101 પંડિતની મદદથી પ્રાણપ્રતિષ્ઠા કરી હતી. મંત્રોચ્ચાર બાદ મૂર્તિઓની આંખો પરની પટ્ટીઓ ખોલવામાં આવી હતી અને તેમને અરીસો બતાવવામાં આવ્યો હતો. સુરતના ઉદ્યોગપતિ મુકેશ પટેલે રામ દરબાર માટે હીરા, સોના અને ચાંદીનાં ઘરેણાંનું દાન કર્યું છે. વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય ખજાનચી દિનેશ નાવાડિયાએ જણાવ્યું હતું કે દાનમાં મળેલાં ઘરેણાંમાં 11 મુગટ, એક હજાર કેરેટના હીરા, 30 કિલો ચાંદી, 300 ગ્રામ સોનું, 300 કેરેટ રુબીમાંથી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ચારેય ભાઈઓ માટે ગળાનો હાર, કાનના કુંડળ, કપાળનું તિલક, ધનુષ્ય-બાણ છે. આ આભૂષણો સરકારની મદદથી ચાર્ટર્ડ પ્લેન દ્વારા અયોધ્યા લાવવામાં આવ્યા હતા. આજે શ્રીરામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટને દાનમાં આપવામાં આવ્યા હતા. રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા 22 જાન્યુઆરી, 2024ના રોજ એટલે કે 498 દિવસ પહેલાં થઈ હતી. સીએમ યોગીએ રામ દરબારમાં માથું ટેકવ્યું ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે શ્રીરામ જન્મભૂમિ મંદિરના પહેલા માળે પ્રાણપ્રતિષ્ઠાના અનુષ્ઠાન પહેલાં રામ દરબારની સામે પૂજા કરી હતી. 6 મંદિરોમાં પણ પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી રામ દરબાર ઉપરાંત મંદિરના ગ્રાઉન્ડ ફ્લોર પર બનેલાં 6 મંદિરમાં પણ પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેમાં ભગવાન શિવ, શ્રી ગણેશ, હનુમાન, સૂર્ય ભગવાન, મા ભગવતી, મા અન્નપૂર્ણાની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં 350 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું ગયા વર્ષે રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠામાં દેશભરના મોટા ઉદ્યોગપતિઓ અને ફિલ્મ હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આજે રામ દરબારની પ્રાણપ્રતિષ્ઠામાં 350 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમાંના મોટા ભાગના ટ્રસ્ટના અધિકારીઓ અને સંતો છે. જયપુરમાં રામ દરબારની મૂર્તિઓ તૈયાર કરવામાં આવી છે. આ મૂર્તિઓ મકરાણાના સફેદ આરસપહાણની બનેલી છે. ભગવાન શ્રીરામ અને સીતા સિંહાસન પર બિરાજમાન છે. ભરત અને હનુમાનજી ભગવાન શ્રીરામના ચરણ પાસે બેઠા છે. રામ દરબારનાં અભિષેક સંબંધિત પળેપળનાં અપડેટ્સ માટે નીચે આપેલા બ્લોગ પર જાઓ...

Jun 6, 2025 - 19:48
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow