સંસ્કૃતભારતીનો કાર્યકર્તા અભ્યાસવર્ગ યોજાયો:કાર્યકર્તાઓએ દરેક વ્યક્તિ જોડે સંસ્કૃતમાં બોલવાની ટેવ કેળવવી જોઈએ : ધનેશ્રીબહેન
સંસ્કૃતભારતી, ભાવનગર વિભાગનો કાર્યકર્તા અભ્યાસવર્ગ JNB જ્ઞાનમંજરી વિદ્યાપીઠ બોટાદ ખાતે યોજાયો. જેમાં ભાવનગર,અમરેલી,બોટાદમાંથી 20 કાર્યકર્તાઓ ભેગા થયા હતા. ઉદ્ઘાટન સત્રમાં સંસ્કૃત ગૌરવ પરીક્ષાના ગુજરાત રાજ્યના અધ્યક્ષ મનોજભાઈ ઉપાધ્યાય અને શાળાના સંચાલક હિતેશભાઈ લિંબડિયા ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ સૌરાષ્ટ્ર પ્રાંત સહમંત્રી પ્રણવભાઈ રાજ્યગુરૂ દ્વારા સંસ્કૃત ભારતીનો પરિચય અપાયો. પ્રાંત સદસ્યા ધનેશ્રીબેન દ્વારા કાર્યકર્તા અને કાર્યપદ્ધતિ વિશે માર્ગદર્શન આપતા જણાવ્યું હતુ. કાર્યકર્તા અને કાર્યપદ્ધતિ વિષય પર બોલતા કહ્યું કે કાર્યકર્તાઓએ દરેક જોડે સંસ્કૃતમાં બોલવું જોઈએ. સંસ્કૃત બધાને સમજાય છે પણ બોલવામાં તકલીફ પડે છે જે સરળ સંસ્કૃત બોલી દૂર કરી શકાય છે.કાર્યકર્તાઓ આપણા દરેક આયોમો ને લોકભોગ્ય બનાવવાનો પ્રયત્ન કરે, આપણી સામુહિક કાર્યપદ્ધતિ છે.જ્યાં અપેક્ષિત ત્યાં ઉપસ્થિત તેવું માનીને દરેકે કાર્યને સાધવું જોઈએ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિભાગ સહકાર્યવાહજી ભરતભાઈ રાદડિયા દ્વારા પંચ પરિવર્તન અને સંઘ શતાબ્દી વર્ષની ચર્ચા કરવામાં આવી. ભાવનગર વિભાગ સંયોજક ડૉ.અમિતભાઈ ઉપાધ્યાયે સંસ્કૃત સંભાષણ શિબિર , સંસ્કૃતભારતીના આયામોની વૃદ્ધિ,સંસ્કૃત સપ્તાહ,અખિલ ભારતીય અધિવેશનની ચર્ચા કરવામાં આવી. અંતે દાયિત્વઘોષણા કરવામાં આવી.સંઘના વિભાગ સંપર્ક પ્રમુખ બહાદુરસિંહ રાઓલની વિશેષ ઉપસ્થિતિ રહી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રાંત પત્રાચાર પ્રમુખ ડૉ.મુકેશભાઈ ઈઢારિયા દ્વારા કરવામાં આવ્યું હતુ.

What's Your Reaction?






