કચરાના ઢગલાં થયા:વલભીપુરમાં સીટી સર્વે કચેરીની જગ્યા ડમ્પીંગ સાઇટ બની
વલભીપુર શહેરની સીટી સર્વે કચેરીની જગ્યા પર એક સમયે શહેરની સીટી સર્વે કચેરી કાર્યરત હતી પરંતુ કચેરીનું મકાન ર્જજરીત બની જતા ઘણાં વર્ષોથી આ કચેરી ભાડાના મકાનમાં બેસતી હોવાથી આ કિંમતી સરકારી જમીન નધણીયાત હોય તેવી હાલત છે. આ જમીન પર કચરો ઠાલવામાં આવી રહ્યો છે અને તે પણ એટલી હદે ઢગલો થયો છેકે જાણે નગરપાલીકાનું ડમ્પીંગ સાઇટ હોય તેમ જણાય છે આ સરકારી જમીન હોય સબંધીત તંત્ર દ્વારા તાર-ફેન્સીંગ અથવા તો કંપાઉન્ડ વોલ બનાવી આરક્ષીત કરવી જરૂરી બની છે.

What's Your Reaction?






