ભાસ્કર બ્રેકિંગ:દમણમાં હાલ 14માંથી 8 નવી ગ્રામ પંચાયત બનાવવામાં આવશે
આગામી ઓક્ટોબર નવેમ્બરમાં સંઘપ્રદેશ દાનહ અને દમણ દીવની જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતની ચૂંટણીને લઇ પૂર્વ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આવનારી ચૂંટણીમાં સંઘપ્રદેશ દમણમાં ગ્રામ પંચાયતની સંખ્યામાં વધારો થઇ શકે છે એવું સૂત્રો જણાવી રહ્યા છે. સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવમાં વર્ષ 2020માં સ્વરાજ સંસ્થાનો ચૂંટણીનું પરિણામ આવ્યું હતું. અને હવે પાંચ વર્ષ પૂર્ણ થયા બાદ આ વર્ષે આવનારા ટૂંક સમયમાં ચૂંટણીની જાહેરાત થઇ શકે છે. વર્ષ 2020માં વસ્તીના આધાર પર ડાભેલ પંચાયતના વિભાજન બાદ ડાભેલ, ઘેલવાડ, આટિયાવાડ અને સોમનાથ પંચાયત બનાવામાં આવી હતી અને દુનેઠા વરકુંડ ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી વરકુંડ પંચાયત નવી બનાવામાં આવી હતી. આમ 5 નવી પંચાયત બાદ દમણમાં કુળ 14 પંચાયત થઇ હતી. મળતી માહિતી મુજબ ચૂંટણી પેહલા દમણમાં વસ્તીનો આધાર બનાવી સીમાંકન પ્રક્રિયા ફરીથી કરવામાં આવી શકે છે. હાલ 14 પંચાયતમાંથી હવે લગભગ કુળ 23 પંચાયત કરવામાં આવી શકે છે. જેમાં સોમનાથ, મરવડ, દુનેઠા, કચીગામ અને ભીમપોર પંચાયતનું વિભાજન થઇ શકે છે. જેને લઇને 1લી ઓગસ્ટથી દમણમાં ગ્રામ સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ગ્રામ સભામાં ગ્રામ જાણો સમક્ષ પ્રસ્તાવ મૂકી પસાર કરવામાં આવી શકે છે. જો પંચાયતનું વિભાજન કરવામાં આવશે તો દમણ જિલ્લા પંચાયતમાં પણ સભ્યોનો વધારો થશે.

What's Your Reaction?






