પોલીસે કાર્યવાહી કરી:પાટણ જનતા હોસ્પિટલ પાસેથી ગાંજાના જથ્થા સાથે યુવક પકડાયો

પાટણ શહેરમાં બી ડિવિઝન પોલીસે વાહન ચેકિંગ દરમિયાન જનતા હોસ્પિટલ પાસેથી એકટીવા માં ગાંજા ની હેરાફેરી કરતા પાટણના યુવકને પકડી પાડ્યો હતો. પાટણ શહેરમાં બી ડિવિઝન પી.આઈ પી ડી સોલંકી તેમની ટીમ સાથે નાર્કોટિક્સ અંગેનાં કેસો શોધી કાઢવા માટે પ્રયત્નશીલ હતા. તે વખતે જનતા હોસ્પિટલ સામે શંકાસ્પદ ગુનાહિત ચીજ વસ્તુની હેરાફેરી અટકે તે માટે વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું તે વખતે એક શંકાસ્પદ એકટીવા પસાર થતાં પોલીસે તે એકટીવા ને રોકી ચેક કરતાં એકટીવા ની ડેકી માંથી રૂપિયા 5,000 નો 528 ગ્રામ ગાજાનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે પાટણ એકતા પાર્ક સોસાયટી ખાતે રહેતા અનિલ ખેંગારભાઈ પરમારને ગાજાના જથ્થા સાથે પકડી પાડ્યો હતો એકટીવા મળી કુલ રૂપિયા 25,000 નો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી પાટણ બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધ્યો છે.

Aug 1, 2025 - 04:44
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow