PNB ખાતાધારકોએ 8 ઓગસ્ટ સુધીમાં KYC કરાવી લે:જો નહીં કરો, તો ખાતાથી લેવડ-દેવડ કરવામાં મુશ્કેલી પડી શકે છે, KYC પ્રક્રિયા અહીં જાણો
જો તમારું એકાઉન્ટ પંજાબ નેશનલ બેંક (PNB) માં છે, તો વહેલીતકે તમારું KYC કરાવો. જો તમે આમ નહીં કરો, તો તમને તમારા ખાતામાંથી ટ્રાન્જેક્શન કરવામાં મુશ્કેલી પડી શકે છે. બેંકે ખાતાધારકોને 8 ઓગસ્ટ સુધીમાં તેમનું KYC કરાવવા કહ્યું છે. પંજાબ નેશનલ બેંકના જણાવ્યા મુજબ, જે ખાતાધારકોએ 30 જૂન સુધી પોતાનું KYC અપડેટ કર્યું નથી, તેમણે પોતાનું KYC અપડેટ કરાવવું પડશે. બેંક આવા ગ્રાહકોને તેમના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર SMS દ્વારા જાણ કરી રહી છે. આ ઉપરાંત, બેંકે માઇક્રો બ્લોગિંગ સાઇટ X પર પણ આ વિશે માહિતી આપી છે. આ રીતે તપાસો - KYC થયું છે કે નહીં? તમારા ખાતાનું KYC થયું છે કે નહીં તે જાણવા માટે, તમારે કસ્ટમર કેર પર કૉલ કરવો પડશે. બેંકે કહ્યું કે ગ્રાહકો કસ્ટમર કેર નંબર 1800 1800 અથવા 1800 2021 પર કૉલ કરીને વધુ માહિતી મેળવી શકે છે. આ બંને નંબર ટોલ ફ્રી છે. KYC અપડેટ કરવું સરળ છે તમે બેંની મુલાકાત લઈને તમારા KYC ને અપડેટ કરાવી શકો છો. તમને બેંકમાં KYC ફોર્મ મળશે, તેને ભરો અને જરૂરી દસ્તાવેજો સાથે સબમિટ કરો. ફોર્મ સબમિટ કર્યા પછી, તમારું KYC અપડેટ થઈ જશે. ઘરે બેઠા તમારું KYC અપડેટ કરો તમે PNB-One દ્વારા પણ તમારા KYCને અપડેટ કરી શકો છો. બેંકે કહ્યું છે કે KYC માટે ગ્રાહકને સરનામાનો પુરાવો, લેટેસ્ટ ફોટો, PAN કાર્ડ, ઈન્કમ સર્ટીફિકેટ, મોબાઇલ નંબર વગેરે જેવા જરૂરી ઓળખ પુરાવાઓની જરૂર પડશે. KYC શું છે? KYC નો અર્થ "નો યોર કસ્ટમર" થાય છે. KYC એ ભારતીય રિઝર્વ બેંક દ્વારા હાથ ધરવામાં આવતી ઓળખ પ્રક્રિયા છે, જેની મદદથી બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓ તેમના ગ્રાહકો વિશે સારી રીતે જાણી શકે છે. બેંકો અને નાણાકીય કંપનીઓ આ માટે ફોર્મ ભરે છે અને તેની સાથે ઓળખનો પુરાવો પણ લે છે.

What's Your Reaction?






