ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- અંતિમ કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં કડાકો:નિફટી ફ્યુચર 25008 પોઈન્ટ અતિ મહત્વની સપાટી
સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં કડાકો નોંધાયો હતો. ભારત - અમેરિકા ટ્રેડ ડીલ મુદ્દે અનિશ્ચિતતા અને સ્થાનિક નબળા કોર્પોરેટ પરિણામોના પગલે આજે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. ભારત અને યુ. કે. વચ્ચે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થતાં બન્ને દેશો વચ્ચે દ્વિપક્ષી વેપારમાં વધારો થવાની અપેક્ષા છતાં અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા દેશોને 15% થી 50% ટેરિફ લાદવાની ચીમકી અને બીજી તરફ યુરોપીયન યુનિયન સાથે ટ્રેડ ડિલના સંકેત વચ્ચે આજે સ્થાનિક બજારમાં સેન્ટીમેન્ટ ફરી ડહોળાયું હતું. વધુમાં વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચવાલી અને રૂપિયામાં કડાકાની અસર પણ જોવા મળી હતી. કરન્સી માર્કેટની વાત કરીએ તો... જાપાન સાથે ટેરિફ કરાર બાદ હવે અમેરિકા તથા યુરોપિયન યુનિયન વચ્ચે પણ ટેરિફ કરાર થવાની વધેલી તકો સાથે વેપાર તાણ ઘટશે અને વૈશ્વિક અર્થતંત્ર મજબૂત બનશે તેવા અહેવાલોએ ડોલર ઈન્ડેકસ સુધારા તરફી રહેતા ડોલર સામે ભારતીય રૂપિયો નબળો પડ્યો હતો, જયારે અમેરિકામાં ક્રુડઓઈલનો સ્ટોક અપેક્ષા કરતા વધુ ઘટીને આવતા ક્રુડઓઈલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. સેક્ટર મુવમેન્ટ... બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 1.46% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1.88% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર એકમાત્ર હેલ્થકેર સેક્ટરલ વધ્યા હતા, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4154 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 2893 અને વધનારની સંખ્યા 1116 રહી હતી, 145 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 8 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 4 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન 6.42 લાખ કરોડ ઘટીને 451.68 લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 2 કંપનીઓ વધી અને 28 કંપનીઓ ઘટી હતી. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ... ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ બજારની ભાવિ દિશા... મિત્રો, એચએસબીસી ફલેશ ઈન્ડિયા કમ્પોઝિટ પીએમઆઈ આઉટપુટ ઈન્ડેકસ જે જૂનમાં 58.40 હતો તે જુલાઈમાં વધી 60.70 પહોંચી ગયો છે. એકંદર વેચાણમાં વધારો, નિકાસ ઓર્ડરોમાં મજબૂતાઈ તથા ઉત્પાદનના ઊંચા સ્તરને પરિણામે સંયુકત પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ (પીએમઆઈ)માં વધારો જોવા મળ્યો છે. ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં મજબૂતાઈને પરિણામે વર્તમાન મહિનામાં દેશની એકંદર વેપાર પ્રવૃત્તિમાં વધારો થયો હોવાનું ઉત્પાદન તથા સેવા ક્ષેત્રનો એચએસબીસી પ્રારંભિક સંયુકત ઈન્ડેકસ પરથી જણાય છે. બીજી બાજુ ફુગાવાજન્ય દબાણ સતત વધી રહ્યું છે અને કાચામાલના ખર્ચ તથા ઉત્પાદનના દરો જુલાઈમાં ઊંચે ગયા છે. વેપાર વિશ્વાસ પણ માર્ચ 2023 બાદની નીચી સપાટીએ પહોચી ગયો છે, જ્યારે રોજગાર વૃદ્ધિ નરમ પડી પંદર મહિનાની નીચી સપાટીએ રહી છે. ઉત્પાદન ક્ષેત્રનો પ્રારંભિક પીએમઆઈ જે જૂનમાં 58.40 રહ્યો હતો તે જુલાઈમાં વધી 59.20 રહ્યો હતો. જે સાડાસતર વર્ષની ઊંચી સપાટીએ છે. બીજી બાજુ સેવા ક્ષેત્રનો પીએમઆઈ જે જૂનમાં 60.40 હતો તે જુલાઈમાં ઘટી 59.80 જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં ભારતીય અર્થતંત્ર અને શેરબજાર પર તેની પોઝીટીવ અસર જોવા મળી શકે છે.

What's Your Reaction?






