PM મોદી ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિને મળ્યા:પહેલગામ હુમલાની નિંદા કરવા બદલ તેમનો આભાર માન્યો; પ્રેસ બ્રીફિંગ દરમિયાન ટપાલ ટિકિટ જાહેર કરી
ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ રોમુઆલ્ડેઝ માર્કોસ જુનિયર ભારતની 5 દિવસની રાજકીય મુલાકાતે છે. તેઓ મંગળવારે હૈદરાબાદ હાઉસ ખાતે પીએમ મોદીને મળ્યા હતા. પ્રેસ બ્રીફિંગ દરમિયાન, પીએમ મોદીએ પહેલગામ હુમલાની નિંદા કરી અને આતંકવાદ સામે ભારતની સાથે ઉભા રહેવા બદલ ફિલિપાઇન્સનો આભાર માન્યો હતો. આ દરમિયાન, બંને દેશો વચ્ચે અનેક કરાર (MOUs) પર હસ્તાક્ષર થયા. બંને નેતાઓએ એક ટપાલ ટિકિટ પણ જાહેર કરી હતી. પીએમ મોદીના સંબોધનના મહત્વપૂર્ણ મુદ્દાઓ... રાષ્ટ્રપતિ માર્કોસે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી આ પહેલા, તેમણે રાજઘાટ જઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. રાષ્ટ્રપતિ ભવનમાં પીએમ મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. તેમને ગાર્ડ ઓફ ઓનરથી પણ સન્માનિત કરવામાં આવ્યા. 2022માં પદ સંભાળ્યા પછી રાષ્ટ્રપતિ માર્કોસ જુનિયરની આ પહેલી ભારત મુલાકાત છે. તેઓ સોમવારે ભારત પહોંચ્યા હતા. ફર્સ્ટ લેડી લુઇસ અરાનેટા માર્કોસ અને મંત્રીઓનું એક ઉચ્ચ સ્તરીય ડેલિગેશન પણ તેમની સાથે ભારત આવ્યું છે. રાષ્ટ્રપતિ માર્કોસની આ મુલાકાત ભારત અને ફિલિપાઇન્સ વચ્ચેના રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠ નિમિત્તે થઈ રહી છે. રાષ્ટ્રપતિના સ્વાગતના ફોટા... આજે જ કર્ણાટક પ્રવાસે રવાના થશે રાષ્ટ્રપતિ માર્કો આરોગ્ય મંત્રી જેપી નડ્ડા અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળશે. આ પછી તેઓ બેંગલુરુ જવા રવાના થશે. ત્યાં તેઓ કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતને મળશે. ભારત પાસેથી બ્રહ્મોસ ખરીદનાર ફિલિપાઇન્સ એકમાત્ર દેશ ભારત પાસેથી બ્રહ્મોસ ખરીદનાર ફિલિપાઇન્સ એકમાત્ર દેશ છે. ભારતે ગયા વર્ષે એપ્રિલમાં બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલનો પહેલી બેચ ફિલિપાઇન્સમાં મોકલી હતી. જાન્યુઆરી 2022માં બંને દેશો વચ્ચે બ્રહ્મોસ મિસાઇલો માટે 375 મિલિયન ડોલરની ડીલ થઈ હતી. આ મિસાઇલોની ગતિ 2.8 મેક છે અને રેન્જ 290 કિમી છે. એક મેક એટલે ધ્વનિની ગતિ, 332 મીટર પ્રતિ સેકન્ડ હોય છે. દરેક બ્રહ્મોસ સિસ્ટમમાં બે મિસાઇલ લોન્ચર, એક રડાર અને એક કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર હોય છે. આના દ્વારા સબમરીન, જહાજ કે વિમાનમાંથી 10 સેકન્ડમાં દુશ્મન પર બે બ્રહ્મોસ મિસાઇલ ઝીંકી શકાય છે. ભારત-ફિલિપાઇન્સ વચ્ચે 2 દિવસીય નૌકાદળનો યુદ્ધાભ્યાસ યોજાયો ભારત અને ફિલિપાઇન્સે દક્ષિણ ચીન સમુદ્રમાં પ્રથમ વખત સંયુક્ત નૌકાદળ યુદ્ધાભ્યાસ હાથ ધરવામાં આવ્યો છે. આ કવાયત રવિવાર, 3 ઓગસ્ટના રોજ શરૂ થયો હતો અને બે દિવસ સુધી ચાલ્યો હતો. ભારત તરફથી, મિસાઇલ વિનાશક જહાજ INS દિલ્હી, ટેન્કર INS શક્તિ અને કોર્વેટ INS કિલટને આ યુદ્ધાભ્યાસમાં ભાગ લીધો હતો. બીજી તરફ, ફિલિપાઇન્સમાં BRP મિગુએલ માલવર અને BRP જોસ રિઝાલ ફ્રિગેટ્સ તહેનાત કરવામાં આવ્યા હતા. ચીન દક્ષિણ ચીન સમુદ્રના મોટાભાગના ભાગ પર દાવો કરે છે. ચીન તેને વિવાદિત વિસ્તાર તરીકે રજૂ કરે છે. ચીનનો ભારત અને ફિલિપાઇન્સ બંને સાથે સરહદી વિવાદ પણ છે.

What's Your Reaction?






