'રાંઝણા' વિવાદમાં ફરહાન અખ્તરનો ડિરેક્ટરને ટેકો:કહ્યું-'ફિલ્મના ક્રિએટરને ફેરફાર પસંદ ન હોય, તો હું તેની પડખે ઊભો રહીશ'

એક્ટર અને ફિલ્મમેકર ફરહાન અખ્તરે 'રાંઝણા' ફિલ્મમાં AIથી બદલેલા ક્લાઇમેક્સ પર પોતાનો મત વ્યક્ત કર્યો છે. તેણે કહ્યું કે, ફિલ્મના ક્રિએટરને તેના કામમાં કોઈ ફેરફાર પસંદ ન હોય, તો તે હંમેશા તેની પડખે ઉભો રહેશે. ફરહાનની આગામી ફિલ્મ '120 બહાદુર'ના ટીઝર લોન્ચ ઇવેન્ટમાં જ્યારે તેને 'રાંઝણા'ના ક્લાઇમેક્સને AIથી બદલવા વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે આ વાત કહી હતી. ફરહાને કહ્યું, હું હંમેશા ફિલ્મના ક્રિએટર સાથે ઉભો રહીશ. જો તેમને તેમના કામમાં ફેરફાર પસંદ ન હોય, તો મારી વફાદારી ક્રિએટર સાથે છે. બાકી આગળ શું થયું તેની સંપૂર્ણ વિગતો મને ખબર નથી. નોંધનીય છે કે, ફિલ્મના ડિરેક્ટર આનંદ એલ. રાય અને એક્ટર ધનુષ પહેલાથી જ 'રાંઝણા' પર નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. બંનેએ ફિલ્મના હેપી એન્ડિંગ વર્ઝન બનાવવા માટે AI ના ઉપયોગનો વિરોધ કર્યો છે. આ ફેરફાર પ્રોડક્શન કંપની ઇરોસ ઇન્ટરનેશનલ દ્વારા કરવામાં આવ્યો હતો. '120 બહાદુર'માં ફરહાન પરમવીર ચક્ર વિજેતા મેજર શૈતાન સિંહ ભાટીની ભૂમિકા ભજવી રહ્યો છે. આ ફિલ્મનું ડિરેક્શન રજનીશ ઘઈ દ્વારા કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ એક્સેલ એન્ટરટેઈનમેન્ટ અને ટ્રિગર હેપ્પી સ્ટુડિયોના બેનર હેઠળ બનાવવામાં આવ્યો છે. આ ફિલ્મ 1962ના ભારત-ચીન યુદ્ધ દરમિયાન રેઝાંગ લાના એ યુદ્ધ પર આધારિત છે, જેમાં 120 ભારતીય સૈનિકોએ 3,000થી વધુ ચીની સૈનિકોનો સામનો કર્યો હતો. ફિલ્મ વિશે વાત કરતાં ફરહાને કહ્યું કે, 'છેલ્લી વખત મને 'ભાગ મિલ્ખા ભાગ' દરમિયાન કોઈ પ્રોજેક્ટ સાથે આટલો લગાવ લાગ્યો હતો.' મંગળવારે ફિલ્મ '120 બહાદુર'નું ટીઝર રિલીઝ થયું. ટીઝરમાં ફરહાન અખ્તર ગંભીર અને શાંત દેખાઈ રહ્યો છે. ફિલ્મનું શૂટિંગ લદ્દાખ, રાજસ્થાન અને મુંબઈમાં થયું છે. તે અત્યાર સુધીના સૌથી મોટા પાયે તૈયાર કરવામાં આવી છે. થીજી ગયેલા બરફથી લઈને યુદ્ધના મેદાનની શાંતિ સુધી, દરેક ફ્રેમમાં રૂંવાડા ઊભા થઈ જાય છે. નોંધનીય છે કે, આ ફિલ્મનું શૂટિંગ લદ્દાખમાં લગભગ 14,000ફૂટની ઊંચાઈએ કરવામાં આવ્યું હતું, જ્યાં તાપમાન ઘણીવાર -5 થી -10 ડિગ્રી સુધી જતું રહેતું હતું.

Aug 6, 2025 - 14:39
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow