ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- શેરબજારમાં વૈશ્વિક વ્યાપારની ઉથલપાથલની અસર:નિફટી ફ્યુચર 24808 પોઈન્ટ અતિ મહત્વની સપાટી રહેશે
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ફરી વિશ્વ પર ટેરિફ આતંકે વૈશ્વિક અર્થતંત્રમાં મોટી મંદી સર્જાવાનું જોખમ ઊભું થતાં અને અમેરિકા વિરૂધ્ધ વિશ્વના અનેક દેશો વેપાર યુદ્ધનો નવો દોર શરૂ થવાના એંધાણે આજે સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું. અમેરિકા હવે પોતાની મનમાની સાથે ટેરિફનું શસ્ત્ર ઉગામી રહ્યું હોઈ અને પડોશી દેશો સાથે ઘર્ષણની સ્થિતિ ઊભી થાય એવા પગલાં લેવા માંડયું હોઈ ફરી જીઓપોલિટીકલ ટેન્શન પણ ઊભું થવાના જોખમે ફંડો, મહારથીઓ તેજીના વેપારથી દૂર ફરી મોટાપાયે વેચવાલ બનવા લાગ્યા હતા. ટેરિફને લઈ દેશના વિવિધ ઉદ્યોગોમાં નિકાસ વ્યવહારો ઠપ્પ થવા લાગ્યાનું અને કોર્પોરેટ પરિણામો પણ એકંદર સાધારણથી નબળા આવી રહ્યા હોઈ નવા કમિટમેન્ટથી રોકાણકારો પણ સાવચેત થવા લાગ્યા હતા. ભારત પર ૨૫% અમેરિકી ટેરિફનો અમલ મોકૂફ રાખવામાં આવી હોવાના અહેવાલો છતાં બજારમાં ગભરાટમાં વેચવાલી વધી હતી. ટ્રમ્પના ભારત પર રશીયા પાસેથી ક્રુડ ઓઈલની ખરીદી કરવા બદલ પેનલ્ટીના નિર્ણયને લઈ ભારતે રશીયા પાસેથી ક્રુડની ખરીદી બંધ કર્યાના અહેવાલોએ ભારતનું આયાત બિલ વધવાના અંદાજોએ આજે સ્થાનિક બજારમાં વેચવાલીનો માહોલ જોવા મળ્યો હતો. કરન્સી માર્કેટની વાત કરીએ તો અમેરિકામાં જુલાઈના નોનફાર્મ પેરોલ ડેટા ગયા સપ્તાહના અંતે નબળા આવતા અને મે-જૂનના આંકડા પણ ઘટીને આવતા તેમજ અમેરિકા તથા રશિયા વચ્ચે તાણ વધી જવાને પરિણામે ડોલર ઈન્ડેકસ નબળો પડતા ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે મજબૂત બન્યો હતો, જયારે ઓપેક તથા સાથી દેશો સપ્ટેમ્બર માસમાં ક્રુડઓઈલનું દૈનિક ઉત્પાદન વધારશે તેવા અહેવાલોએ ક્રુડઓઈલના ભાવમાં મંદી જોવા મળી હતી. સેક્ટર મુવમેન્ટ... બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.14% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.27% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ઓટો, પાવર, કેપિટલ ગુડ્સ, કોમોડિટીઝ, ઈન્ડસ્ટ્રિયલ્સ, ટેલિકોમ્યુનિકેશન, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને મેટલ સેક્ટરલ વધ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4197 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 2299 અને વધનારની સંખ્યા 1743 રહી હતી, 155 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 6 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 10 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે ટાઈટન કંપની લિ. 2.16%, મારુતિ સુઝુકી 1.30%, ટ્રેન્ટ લિ. 1.22%, ભારતી એરટેલ 0.77%, બજાજ ફાઈનાન્સ 0.69%, ટેક મહિન્દ્ર 0.66%, સ્ટેટ બેન્ક 0.61%, લાર્સન લિ. 0.57% અને એચસીએલ ટેકનોલોજી 0.54% વધ્યા હતા, જ્યારે અદાણી પોર્ટ્સ 2.38%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 1.40%, ઈન્ફોસિસ લિ. 1.39%, આઈસીઆઈસીઆઈ બેન્ક 1.19%, ઈટર્નલ લિ. 1.00%, બીઈએલ 0.80%, એચડીએફસી બેન્ક 0.79%, પાવર ગ્રીડ કોર્પોરેશન 0.71%, આઈટીસી 0.62%, સન ફાર્મા 0.58% અને એશિયન પેઈન્ટ્સ 0.52% ઘટ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન 0.85 લાખ કરોડ ઘટીને 447.97 લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 17 કંપનીઓ વધી અને 13 કંપનીઓ ઘટી હતી. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ... ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ બજારની ભાવિ દિશા... મિત્રો, ભારતના માલસામાનની અમેરિકામાં નિકાસમાં ઘટાડાથી દેશને ઉત્પાદન ક્ષેત્રનું મથક બનાવવાની ભારતની તકો ઘટી જશે પરંતુ દેશની સ્થાનિક માંગ બહારી દબાણો સામે ભારતને ટકાવી રાખશે એમ રેટિંગ એજન્સી મૂડી’સના એક રિપોર્ટમાં જણાવાયું છે. ભારતના માલસામાન પર અમેરિકાએ 25% ડયૂટી લાગુ કરી છે જેનો અમલ સાત ઓગસ્ટથી થનાર છે. આ ઉપરાંત ભારતને પેનલ્ટી લગાડવાની પણ જાહેરાત કરાઈ છે, પરંતુ તેની રૂપરેખા હજુ સ્પષ્ટ થઈ નથી. એપીએસી (એશિયા-પેસિફિક)માંના મોટા નિકાસકાર દેશોની સરખામણીએ ભારત સામેના ટેરિફ દર ઊંચા છે. એપીએસીમાં આ દર 15થી 20% છે. વિશ્વના મોટા અર્થતંત્રમાં માલસામાનના વેચાણમાં ઘટાડાથી ઈલેકટ્રોનિકસ જેવા મૂલ્ય વર્ધિત ક્ષેત્રોમાં ઉત્પાદન મથક બની રહેવાની ભારતની યોજનાને ફટકો પડશે એમ મૂડી’સના રિપોર્ટમાં જણાવાયું છે. ભારત જે ચીનનો બજાર હિસ્સો મેળવવાની અપેક્ષા રાખતુ હતું તે પણ ઊંચા ટેરિફને કારણે સફળ નહીં થાય. ભારત અને અમેરિકા વચ્ચે હાલમાં દ્વીપક્ષી વેપાર કરાર માટે વાટાઘાટો થઈ રહી છે. અમેરિકા ભારતનું સૌથી મોટું વેપાર ભાગીદાર દેશ છે અને 2024માં ભારતની માલસામાનની નિકાસમાંથી 18% નિકાસ અમેરિકામાં થઈ હતી. ગત નાણાં વર્ષમાં અમેરિકા ખાતે ભારતે 86 અબજ ડોલરના માલસામાનની નિકાસ કરી હતી. એપીએસીના અન્ય દેશોની સરખામણીએ ભારતનું અર્થતંત્ર નિકાસ પર ઓછું નિર્ભર હોવાથી આ બહારી દબાણ સામે સ્થાનિક માંગ સ્થિતિસ્થાપક જળવાઈ રહેશે. આ ઉપરાંત, ભારતના સેવા ક્ષેત્રનું સાનુકૂળ આઉટલુક અકબંધ છે કારણ કે અમેરિકા સાથેની વાટાઘાટમાં સેવાની નિકાસ સંદર્ભમાં કોઈ વિવાદનો મુદ્દો જણાતો નથી.

What's Your Reaction?






