લીંબડીમાં સંગઠન પર્વની ઉજવણી:ન્યૂ શ્રદ્ધા વિધાલય ખાતે 2100 વૃક્ષોનું વાવેતર, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની પહેલ
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરની ન્યૂ શ્રદ્ધા વિધાલય ખાતે 2100 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. લીંબડી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા સંગઠન પર્વની ઉજવણી નિમિત્તે આ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં લીંબડી તાલુકાની સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓએ પણ મોટી સંખ્યામાં ભાગ લઈને વૃક્ષોનું વાવેતર કર્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લીંબડી તાલુકાને હરિયાળો બનાવવાનો હતો. કાર્યક્રમમાં લીંબડી સૌરાષ્ટ્ર નિબારક પીઠ મોટા મંદિરના મહંત લાલદાસ બાપુ અને લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ વૃક્ષારોપણ અભિયાન થકી હરિયાળી ક્રાંતિની પરિકલ્પના સાકાર થશે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

What's Your Reaction?






