ઉત્તરાખંડમાં વાદળ ફાટવાનો અનકટ VIDEO:પહાડ પરથી પાણી સાથે કાટમાળ આવ્યો; નદી કાંઠે આવેલું આખું ગામ દટાઈ ગયું

મંગળવારે સવારે ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના ધરાલીમાં ખીર ગંગામાં વાદળ ફાટ્યું. 34 સેકન્ડમાં પર્વતો પરથી ઝડપથી વહેતા પાણી સાથે આવેલા કાટમાળથી ગામ જમીનદોસ્ત થઈ ગયું. 4 લોકોનાં મોત થયાં છે, જ્યારે ઘણા ગુમ છે. NDRF, SDRF સાથે સેનાની ટીમ બચાવ માટે પહોંચી ગઈ છે. ધરાલીમાં વાદળ ફાટવાથી વિનાશ, ખરાબ દૃશ્યો અને રેસ્ક્યૂ- ઓપરેશનની તસવીરો વાદળ ફાટવાનાં 5 ચિત્ર... વિનાશ પછીનાં 3 ચિત્ર... બચાવ કામગીરીની 5 તસવીર... વાદળો શું હોય છે, એ કેવી રીતે ફાટે છે- એનિમેશનમાં જુઓ વાદળો એ પાણીના કણો અથવા બરફ છે, જે આકાશમાં તરતા જોવા મળે છે. જ્યારે વરાળ અથવા બાષ્પના રૂપમાં પાણીના ખૂબ જ નાના કણો વાતાવરણની ઉપરની સપાટી પર પહોંચે છે અને ઠંડા પવનો સાથે ભળી જાય છે, ત્યારે એને વાદળો કહેવામાં આવે છે. આ વાદળો વિશે હતું. હવે ચાલો જાણીએ કે વાદળ ફાટવું શું છે... જ્યારે કોઈ નાના વિસ્તારમાં ખૂબ જ ઓછા સમયમાં ઘણો વરસાદ પડે છે, ત્યારે આપણે એને સામાન્ય રીતે વાદળ ફાટવું કહીએ છીએ. એમાં વાદળ ફાટવા જેવું કંઈ નથી. હા, આવો વરસાદ એટલો જોરદાર હોય છે કે જાણે આકાશમાં વધારે પાણી ભરેલું ખૂબ મોટું પોલિથીન ફાટ્યું હોય, તેથી જ એને હિન્દીમાં બાદલ ફૂટના અને અંગ્રેજીમાં Cloudburst કહેવામાં આવે છે. હવામાન વિભાગના મતે જ્યારે 20થી 30 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં એક કલાક કે એનાથી ઓછા સમયમાં અચાનક 100 મિમી કે તેથી વધુ વરસાદ પડે છે, ત્યારે એને વાદળ ફાટવું કહેવામાં આવે છે. વાદળ ફાટવાની ઘટના વિશે સંપૂર્ણ માહિતી તમે અહીં સરળ ભાષામાં વાંચી શકો છો... શું ખરેખર વાદળો ફાટતાં હોય છે? અમરનાથ-કેદારનાથ જેવા વિસ્તારો વારંવાર આવી આફતોનો સામનો કેમ કરે છે? વાદળ ફાટવું કેટલું ખતરનાક હોઈ શકે છે એ સમજવા માટે નીચે આપેલો વીડિઓ જુઓ. એને વન્ડર ઓફ સાયન્સ નામના ટ્વિટર હેન્ડલ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. કેપ્શનમાં કહેવામાં આવ્યું છે કે આ ઑસ્ટ્રિયાના લેક મિલસ્ટેટનો છે, જેને પીટર મેયરે પોતાના કેમેરામાં કેદ કર્યો છે. મેપ પરથી સમજો વાદળ ક્યાં ફાટ્યું છે ઉત્તરાખંડમાં વાદળ ફાટવાના આ સમાચાર પણ વાંચો... ઉત્તરાખંડના ધરાલીમાં વાદળ ફાટવાથી ગામ તબાહ: 34 સેકન્ડમાં સેંકડો ઘરો અને હોટલ કાટમાળ નીચે દટાયા; 4 લોકોનાં મોત, 50થી વધુ ગુમ ઉત્તરાખંડના ધરાલીમાં વાદળ ફાટવાથી ખીર ગંગા ગામ ધોવાઈ ગયું છે. આ ઘટના મંગળવારે બપોરે 1.45 વાગ્યે બની હતી. ઘટનાના ઘણા વીડિયો અને ફોટા સામે આવ્યા છે. આમાં જોવા મળે છે કે વરસાદી પાણી અને કાટમાળ ટેકરી પરથી આવ્યા અને 34 સેકન્ડમાં આખા ગામને વહાવી દીધું. સંપૂર્ણ સમાચાર વાંચો...

Aug 6, 2025 - 14:39
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow