ટેબલ ટેનિસમાં ડીસાની એન્જલ્સ સ્કૂલનો દબદબો:જિલ્લા કક્ષાની સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ કેટેગરીમાં જીત મેળવી, રાજ્ય કક્ષાએ બનાસકાંઠાનું પ્રતિનિધિત્વ કરશે

દાંતીવાડા યુનિવર્સિટી ખાતે યોજાયેલ બનાસકાંઠા જિલ્લા કક્ષાની ટેબલ-ટેનિસ ટુર્નામેન્ટમાં ડીસાની એન્જલ સ્કૂલના વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. આ સ્પર્ધામાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં ખેલાડીઓએ ભાગ લીધો હતો. એન્જલ સ્કૂલના વિદ્યાર્થીઓએ વિવિધ કેટેગરીમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી શાળાનું નામ રોશન કર્યું છે. બહેનોની કેટેગરીમાં અન્ડર-14માં ઠક્કર જીનીસા અને પરમાર રેની વિજેતા બન્યા છે. અન્ડર-17માં સાંખલા પ્રિયાંશીએ પ્રથમ સ્થાન મેળવ્યું છે. અન્ડર-19 કેટેગરીમાં પંચાલ તનિસી, ખત્રી મનીષા અને શાહ દિશાએ વિજય મેળવ્યો છે. ભાઈઓની કેટેગરીમાં બ્રહ્મક્ષત્રિય રીસુરાજ અને સોલંકી કુશે પણ વિજેતા તરીકે પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. આ તમામ વિજેતા વિદ્યાર્થીઓ હવે આગામી સમયમાં યોજાનારી રાજ્ય કક્ષાની ટેબલ-ટેનિસ ટુર્નામેન્ટમાં બનાસકાંઠા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. શાળા પરિવારે આ તમામ વિદ્યાર્થીઓને તેમની સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે અને રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છાઓ આપી છે.

Aug 6, 2025 - 14:39
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow