માનવતાનું ઉદાહરણ:બગસરા 108ની ટીમે અકસ્માતગ્રસ્ત દર્દીના 80 હજાર રૂપિયા સ્વજનોને પરત કર્યા

અમરેલી જિલ્લાના બગસરા 108ની ટીમે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. માણેકવાડાથી ભલગામ વચ્ચે રસ્તાની ગોળાઈમાં બાઇક સ્લિપ થવાથી એક વ્યક્તિને માથાના ભાગમાં ગંભીર ઈજા થઈ હતી. બગસરા 108ની ટીમના ઈ.એમ.ટી. જલદીપભાઈ દોશી અને પાયલોટ ભાવેશભાઈ ગીડા ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે ઘાયલ દર્દીને તાત્કાલિક સારવાર આપી બગસરા સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. દર્દીની પાસેથી મળેલા અંદાજે 70થી 80 હજાર રૂપિયાની રોકડ રકમ અને મોબાઈલ ફોન 108ની ટીમે સાચવી રાખ્યા હતા. ત્યારબાદ દર્દીના પરિવારજનોને જાણ કરી હોસ્પિટલમાં બોલાવી તમામ મુદ્દામાલ સુરક્ષિત રીતે પરત સોંપ્યો હતો. આ પ્રામાણિકતા અને નિષ્ઠાભરી કામગીરીથી પ્રભાવિત થઈને દર્દીના પરિવારજનોએ 108ની ટીમનો આભાર માન્યો હતો. રાજ્ય સરકારની 108 સેવા અનેક લોકોને ત્વરિત તબીબી સહાય પૂરી પાડી નવજીવન આપતી હોવાથી વિશ્વાસ અને ચોક્કસાઈનો પર્યાય બની ગઈ છે. આ ઉત્કૃષ્ટ અને પ્રામાણિક કામગીરી બદલ 108ના પ્રોગ્રામ મેનેજર દિલીપ સોલંકી અને અમરેલી જિલ્લાના 108ના અધિકારી અમાનતઅલી નકવીએ ટીમને બિરદાવી હતી. આ ઘટના સમાજમાં પ્રામાણિકતા અને ફરજનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

Aug 6, 2025 - 14:39
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow