9 સપ્ટેમ્બરે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી:21 ઓગસ્ટ સુધીમાં ઉમેદવારી નોંધાવાશે, જગદીપ ધનખરે 21 જુલાઈએ રાજીનામું આપ્યું હતું
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી 9 સપ્ટેમ્બરે યોજાશે. ઉપરાષ્ટ્રપતિ પદ માટે 21 ઓગસ્ટ સુધીમાં ઉમેદવારી નોંધાવવામાં આવશે. જગદીપ ધનખરના રાજીનામા બાદ આ પદ ખાલી પડ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 22 જુલાઈના રોજ ધનખરનું રાજીનામું મંજૂર કર્યું હતું. 74 વર્ષીય ધનખરનો કાર્યકાળ 10 ઓગસ્ટ, 2027 સુધીનો હતો. ચૂંટણીપંચ દ્વારા જાહેર કરાયેલા જાહેરનામા મુજબ, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે 7થી 21 ઓગસ્ટ સુધી ઉમેદવારી નોંધાવી શકાશે. ઉમેદવારી ફોર્મની ચકાસણી 22 ઓગસ્ટે કરવામાં આવશે. ઉમેદવાર 25 ઓગસ્ટ સુધી પોતાનું નામ પાછું ખેંચી શકશે. 9 સપ્ટેમ્બરના રોજ સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે અને એ જ દિવસે સાંજે પરિણામો જાહેર કરવામાં આવશે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનો કાર્યક્રમ 6 સ્ટેપમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી થાય છે, આ રીતે સમજો સૌપ્રથમ ઇલેક્ટોરલ કોલેજ યાદી તૈયાર કરવામાં આવે છે: ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે, સૌપ્રથમ ઇલેક્ટોરલ કોલેજ યાદી તૈયાર કરવામાં આવે છે. તેમાં લોકસભા અને રાજ્યસભાના તમામ ચૂંટાયેલા અને નામાંકિત સભ્યોનો સમાવેશ થાય છે. બંને ગૃહોમાં કુલ સભ્યોની સંખ્યા 782 છે. લોકસભામાં 542 અને રાજ્યસભામાં 240 સભ્યો છે. આવી સ્થિતિમાં, 394 સભ્યોનું સમર્થન ધરાવતી વ્યક્તિ જ નવા ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાઈ આવશે. જો આપણે આ ગણિત પર નજર કરીએ તો, NDA પાસે બંને ગૃહોમાં 422 સભ્યોની બહુમતી છે. 7 ઓગસ્ટે જાહેરનામું બહાર પાડવામાં આવશે: ચૂંટણી પંચે 1 ઓગસ્ટે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. આ જાહેરનામું 7 ઓગસ્ટે જાહેર કરવામાં આવશે. જાહેરનામું બહાર પડતાની સાથે જ ઉમેદવારી નોંધાવવાનું શરૂ થઈ જાય છે. તેની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ છે. નોમિનેશન માટે 20 સાંસદોનું સમર્થન જરૂરી: ઉમેદવાર ઓછામાં ઓછા 20 સાંસદો દ્વારા પ્રસ્તાવિત હોવો જોઈએ. આ ઉપરાંત, 20 સાંસદોનું સમર્થન પણ જરૂરી છે. સાંસદો જ મતદારો છે, તેથી પ્રચાર મર્યાદિત છે: ફક્ત સાંસદો જ મતદારો છે. તેથી આ પ્રચારનો વિસ્તાર મર્યાદિત છે. ઉમેદવારો અને તેમના સમર્થક પક્ષો પ્રચારમાં ભાગ લે છે. મતદાન કેવી રીતે થાય છે: દરેક સાંસદ પસંદગીના ક્રમમાં મતપત્ર પર ઉમેદવારોને (1, 2, 3...) ટિક કરે છે. મતદાન ત્યારે જ થાય છે જ્યારે એક કરતાં વધુ ઉમેદવારો મેદાનમાં હોય. નહિંતર, જો ફક્ત એક જ ઉમેદવાર હોય, તો ઉમેદવાર બિનહરીફ ચૂંટણી જીતે છે. એક જ દિવસે મતદાન અને પરિણામો: મતદાન પછી પરિણામો જાહેર કરવામાં આવે છે. તેનું કારણ એ છે કે બંને ગૃહોના 782 સભ્યો મતદાન કરે છે. તેમની ગણતરી થોડા કલાકોમાં પૂર્ણ થાય છે. જીતવા માટે, કુલ માન્ય મતોની બહુમતી એટલે કે 50%થી વધુ મત મેળવવા પડે છે. આ પછી પરિણામો જાહેર કરવામાં આવે છે. આ વખતે મતદાન 9 સપ્ટેમ્બરના રોજ સવારે 10 થી સાંજે 5 વાગ્યા દરમિયાન થશે. બે થી ત્રણ કલાક પછી પરિણામો જાહેર કરવામાં આવશે. સંસદમાં NDA પાસે બહુમતી છે I.N.D.I.A. બ્લોક ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંયુક્ત ઉમેદવાર ઉતારી શકે છે ધનખરના રાજીનામા બાદ ચૂંટણીપંચે ઉપરાષ્ટ્રપતિપદ માટે ચૂંટણીપ્રક્રિયા શરૂ કરી દીધી છે. ચૂંટણીની તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ભાજપ વતી આ પદ માટે કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત અને સિક્કિમના રાજ્યપાલ ઓમ માથુરનાં નામ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. I.N.D.I.A. ગઠબંધન સંયુક્ત ઉમેદવાર ઉતારવાની તૈયારી કરી રહ્યું છે. સમાચાર એજન્સી PTIનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, NDA પાસે બહુમતી હોવા છતાં વિપક્ષ માને છે કે આ મુકાબલો સંપૂર્ણપણે એકતરફી નથી. તેણે ચૂંટણીમાંથી પાછીપાની ન કરવી જોઈએ. આયોગે આ પદ માટે ચૂંટણીમંડળ, રિટર્નિંગ ઓફિસર અને અન્ય જરૂરી બાબતોને ફાઈનલ કરવાનું શરૂ કરી દીધું છે. કમિશનની તૈયારીઓ વચ્ચે ભાજપ આ પદ માટે અન્ય કોઈ સાથીપક્ષને ઉમેદવાર બનાવવાને બદલે પોતાના ઉમેદવારનું નામ નક્કી કરવાનું અને સાથીપક્ષોને તેના નામ પર મનાવવાનો પ્રયાસ કરશે.

What's Your Reaction?






