તીસરી ગલી ગેંગ પર જિલ્લા પોલીસે સકંજો કસ્યો:ગુનાહિત ઇતિહાસ ધરાવતા ગેંગના 7 સામે ગુજસીટોકનો ગુનો દાખલ
નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી તીસરી ગલી ગુનાખોરી માટે પ્રચલિત બની છે. ગેંગવોર હોય કે પછી સંગઠીત ગુનો હોય તીસરી ગલીનું નામ પ્રથમ હરોળમાં રહે છે. આ ગેંગના સાગરીતોને પકડીને જેલના હવાલે કરી બીલીમોરા શેહરના નાગરિકોને ગેંગથી છુટકારો અપાવવાનો પોલીસે નિર્ધાર કર્યો છે. જેને લઇને પોલીસે કાર્યવાહી કરી ગેંગના 7 આરોપીઓને પકડીને તેમના વિરૂદ્ધ કાર્યવાહી આરંભી છે.નવસારીના બીલીમોરામાં તીસરી ગલી ગેંગના આંતકથી સૌ કોઇ માહિતગાર છે. પોતાની ઘાકથી ખુન, ધાડ, અપહરણ, બળાત્કાર, ખુનના પ્રયત્નો તથા ધાતકી હથિયારો સાથે ભયનો માહોલ ઉભો કરી લોકોને ડરાવતા હતા. આ તીસરી ગલી ગેંગ વિરૂધ્ધ નવસારી જિલ્લા પોલીસે ગેંગના 7 જેટલા સભ્યો સામે ગુજસીટોકનો ગુનો નોંધ્યો છે. વધુમાં તપાસ માટે ચીખલીના DYSP બી.વી. ગોહિલના નેતૃત્વમાં સ્પેશિયલ ટીમ એસઆઇટીની રચના કરાઇ છે. જેમાં 7 પૈકી 4ની નવસારીથી જ્યારે 1ની જયપુરથી અટક કરી છે. 1 જામીન પર તો 1 વોન્ટેડ છે. ઘટના બની હોય તો પોલીસનો સંપર્ક કરો ઘણા બધા લોકો આ ગેંગના પીડિત બનેલા છે. મારી એવા તમામ લોકોનેઅપીલ છે કે તમારી ઓળખ છુપી રાખવામાં આવશે. ગુજસીટોકમાં આપનુંનિવેદન ગુપ્ત રીતે નોંધી શકાય છે. આપ ગેંગ વિરૂદ્ધ પુરાવા આપો અનેઆપની સાથે જ પણ આવી કોઇ ઘટના બની હોય અને FIR નોંધી શકાય તેમહોય તો અમારો સંપર્ક કરો.> સુશીલ અગ્રવાલ, પોલીસ અધિક્ષક, નવસારી આરોપી અને તેણે આચરેલ ગુનાની સંખ્યા અમીન અનવર અબ્દુલ શેખ 13, રોનક ઉર્ફે બોબડો પટેલ 08, મનોજ ઉર્ફે પદ પાટીલ 10, માઝ ફકરૂદીન શેખ 07, ગૌરવ રોજશ ચોટલીયા 15, મહમદ સાબીર અંસારી 17, કેવિન પટેલ 10, કુલ 42

What's Your Reaction?






