ઠગાઇ:વરાછાના વેપારી સાથે બેંગ્લોરના જ્વેલર્સના ભાગીદારે 6 કરોડના હીરાની છેતરપિંડી કરી

વરાછા મીનીબજારમાં આવેલી રેઈનબો જેમ્સ અને આઈઆરઆઈએસ ગ્રોન ડાયમંડ નામની હીરા પેઢીના સંચાલક પાસેથી બંગ્લોરની મહાલક્ષ્મી જવેર્લ્સના ભાગીદારોએ રૂ. 6 કરોડની કિંમતના લેબ્રગોન પોલીશ્ડ ડાયમંડ ખરીદ્યા બાદ પેમેન્ટ નહીં ચુકવી ઉઠામણું કરી છેતરપિંડી કર્યાનો બનાવ ક્રાઇમ બ્રાંચમાં નોંધાયો છે. મોટા વરાછા સુદામા ચોક સૌરાષ્ટ્ર ટાઉનશીપ પાસે, સર્જન બંગ્લોઝમાં રહેતા કલ્પેશભાઈ કનુભાઈ મોણપરા મીની બજાર ડાયમંડ વર્લ્ડની સામે સહયોગ બિલ્ડિંગમાં રેઇનબો જેમ્સ અને આઈઆરઆઈએસ ગ્રોન ડાયમંડ નામે ભાગીદારી પેઢીમાં લેબગ્રોન પોલીશ્ડ હીરા મેન્યુફેક્ચરીંગ તથા વેચાણનો ધંધો કરે છે. કલ્પેશભાઈનો સને 2023માં હીરા દલાલ તુષાર માંગુકીયા મારફતે કૈલાસ ભવન પારસી શેરી ભાગળ ખાતે ઓફિસ ધરાવતા રાજીવ મહિડા(રહે, લીબર્ટી એપાર્ટમેન્ટ, ગોકુલમ ડેરી, ઘોડદોડ રોડ) સાથે પરિચય થયો હતો. રાજીવ મહિડાએ 2023માં અલગ અલગ ત્રણ બીલથી રૂ.25,88,676નો હીરાનો માલ ખરીદ્યો હતો. જેનું પેમેન્ટ સમયસર તેમની બેંગ્લોર ખાતે આવેલી ભાગીદારી પેઢી મહાલક્ષ્મી જવેલ્સના ખાતામાંથી ચુકવી આપ્યા હતા. ત્યારબાદ રાજીવ મહિડાએ તેમની બેંગ્લોર ખાતે આવેલી મહાલક્ષ્મી જવેલર્સ શો રૂમ માટે લેબગ્રોન ડાયમંડની જરૂર છે. આ પેઢીમાં પ્રોપ્રાઈટર તરીકે તેમના ભાગીદાર દિપીલ ઠાકરશી અણઘણ (રહે, માનંદી જવેલ્સ પ્લાઝા, ધર્મારથ સ્વામી મંદિર શેરી, બેંગ્લોર, કર્ણાટકા) છે. તેઓ બેંગ્લોર ખાતેનો વહીવટ કરે છે. અમારી પેઢીનું બેંગ્લોર, ચેન્નઈ, હૈદરાબાદ તથા કોઈમ્બતુર ખાતે લેબ્રોગ્રોન ડાયમંડનું મોટું કામકાજ છે. સુરત અને મુંબઈ ખાતેથી હીરાની ખરીદી કરતા આવ્યા છે. અમારા સાથે મોટો ધંધો કરશો તો સમયસર પેમેન્ટ કરી આપવાનું કહ્યું હતું. અગાઉ સમસયર પેમેન્ટ મળી ગયું હોવાથી કલ્પેશભાઈ મોણપરાને તેમના ઉપર વિશ્વાસ રાખી વેપાર ધંધો કરવા તૈયાર થયા હતા. ત્યારબાદ રાજીવના કહ્યા મુજબ કલ્પેશભાઇએ તેમની રેઈનબો જેમ્સમાંથી તા.19 જુલાઈ 2023થી 2 ઓક્ટોબર 2023 દરમિયાન અલગ અલગ કેરેટના રૂ.3,53,54,240 કિંમતના લેબગ્રોન પોલીશ્ડ ડાયમંડનો બેંગ્લોર દિલીપને મોકલી આપ્યા હતા. જેમાંથી રૂ.56,38,987 તેમણે ચુકવી આપ્યા હતા જયારે રૂ.3,23,03,929 બાકી રાખ્યા હતા તેમજ 6 જૂન 2023થી 7 ફેબ્રુઆરી 2024 દરમિયાન આઈઆરઆઈએસ ડાયમંડમાંથી રૂ.2,83,05,452નો માલ ઉધાર આપ્યો હતો. જેમાંથી રૂ.5 લાખ ચુકવ્યા હતા જયારે બાકીના રૂ.2,78,05,452 બાકી રાખ્યા હતા. ઉઘરાણી કરી તો વાયદા સિવાય બીજુ કશું ન મળ્યું બાકી નીકળતા રૂ.6,01,06,381 માટે કલ્પેશભાઇએ ઉઘરાણી શરૂ કરી હતી. પહેલા મહાલક્ષ્મી જવેલર્સના રાજીવ મહિડા અને દીલીપ અણઘણ એ વાયદા કરવાના શરૂ કર્યા હતા. ત્યાબાદ બંને જણાએ ઓફિસ અને ફોન બંધ કરી નાસી ગયા હતા. આખરે કલ્પેશભાઇ મોણપરાએ ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ આદરી છે.

Aug 2, 2025 - 06:27
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow