અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં 'Dosti' કાર્યક્રમ:11 ટીમના 58 વિદ્યાર્થીઓએ મિત્રો માટે ગીત, વક્તવ્ય, નૃત્ય અને નાટક રજૂ કર્યા

જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત અમરોલીની વિવિધ કોલેજોમાં 2 ઓગસ્ટ, 2025ના રોજ 'Dosti Talent with Friend for Friend' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ), વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) અને સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં કુલ 11 ટીમના 58 વિદ્યાર્થીઓએ પોતાના મિત્રો માટે વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. વિદ્યાર્થીઓએ ગીત, વક્તવ્ય, નૃત્ય અને નાટક જેવી અનેક કલાકૃતિઓ દ્વારા મિત્રતાના સંબંધોને બિરદાવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્ય ડૉ. મુકેશ ગોયાણીના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું. બી.કોમ. કો-ઓર્ડીનેટર પ્રા. ભરત બસરાણીના માર્ગદર્શન હેઠળ સાંસ્કૃતિક કમિટીના સભ્યોએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન આ કોલેજોમાં યોજાયેલ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને મિત્રતાના મહત્વને ઉજાગર કરતી પ્રસ્તુતિઓ આપી હતી.

Aug 2, 2025 - 21:21
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow