સાયબર સિક્યોરિટી વર્કશોપનું સફળ સમાપન:સિલ્વર ઓક યુનિવર્સિટીમાં પાંચ દિવસ સુધી ચાલ્યો 'સાયફરએક્સ' કાર્યક્રમ

સિલ્વર ઓક યુનિવર્સિટી ખાતે પાંચ દિવસીય "સાયફરએક્સ: ડિકોડ ધ ડિજિટલ બેટલફિલ્ડ!" નામક સાયબર-સિક્યોરિટી વર્કશોપનું સફળતાપૂર્વક સમાપન થયું. આ કાર્યક્રમનું આયોજન સિલ્વર ઓક યુનિવર્સિટી સ્ટુડન્ટ બ્રાન્ચ, સિલ્વર ઓક યુનિવર્સિટી અને ગુજરાત સેક્શન IEEE કોમ્પ્યુટર સોસાયટી ચેપ્ટર દ્વારા કરવામાં આવ્યું હતું. ઇન્ડસ્ટ્રીયલ પાર્ટનર તરીકે સાયબર ઓક્ટેટ સંલગ્ન હતું. વર્કશોપ દરમિયાન વિદ્યાર્થીઓએ એનક્રિપ્શન અને ડિક્રિપ્શનની તાલીમ મેળવી. સાથે સાયબર હુમલાઓ અને સુરક્ષા ઉપાયો વિશે શીખ્યા. આધુનિક ટૂલ્સનો ઉપયોગ કરતાં પણ તેમને શીખવવામાં આવ્યું. દરેક દિવસે વિદ્યાર્થીઓએ રિયલ ટાઈમ કેસ અને સીમ્યુલેટેડ સાયબર ચેલેન્જીસનો સામનો કર્યો. આના માધ્યમથી તેમની ટેકનિકલ સમજૂતીમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ. કાર્યક્રમના અંતિમ દિવસે "કૅપ્ચર ધ ફ્લૅગ (CTF)" સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ પોતાની કુશળતા, ટીમ વર્ક અને વિચારશક્તિનો પરિચય આપ્યો. સ્પર્ધાના વિજેતાઓને યુનિવર્સિટી તરફથી આકર્ષક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા. "સાયફરએક્સ" કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે માત્ર તાલીમ પૂરતો સીમિત ન હતો. આ કાર્યક્રમે તેમના ટેકનિકલ આત્મવિશ્વાસમાં વધારો કર્યો. સાથે તેમને સાયબર સિક્યોરિટીના વ્યવસાયિક ક્ષેત્રમાં આગળ વધવા માટે પ્રેરિત કર્યા.

Aug 2, 2025 - 21:21
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow