નિવૃતિ વિદાય સમારંભ:ધરમપુર તા.પં.ના ઇ. નાયબ ટીડીઓ અનિલ પટેલનો નિવૃતિ વિદાય સમારંભ

ધરમપુર તા.પંચાયતના વિસ્તરણ અધિકારી (સહકાર) અને ઇ. નાયબ તાલુકા વિકાસ અધિકારી અનિલભાઇ બાબરભાઇ પટેલ વય મર્યાદાને લઈ નિવૃત થતા યોજાયેલા વિદાય સમારોહમાં ધારાસભ્ય ધરમપુર અરવિંદભાઇ પટેલ શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સુખમય અને સ્વસ્થ જીવનની કામના કરી હતી. અત્રેના મેરેજ હોલમાં આ અવસરે તાલુકા વિકાસ અધિકારી ધરમપુર કૃષ્ણપાલસિંહ મકવાણાએ ગુજરાતમાં આવાસની શ્રેષ્ઠ કામગીરીનો શ્રેય અનિલભાઈને આપી તેમના કામ પ્રત્યેના સમર્પણને બિરદાવ્યું હતું. 37 વર્ષની ફરજના અંતે વયમર્યાદાને લઈ નિવૃત થયેલા અનિલભાઇ પટેલે તેમના ફરજ સમય દરમ્યાન મળેલા તમામ વિભાગના કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. હનમતમાળના સામાજીક કાર્યકર્તા વિજય માહલાએ પંચાયત તરફથી ભગવાન બિરસા મુંડાનો ફોટો અને તા.પં. ધરમપુર પરિવાર વતી સ્મૃતિપત્ર અને સન્માનપત્ર અપાયું હતું. બામટી સરપંચ વિજય પાનેરીયા, પાનવા સરપંચ સતીષ ચૌધરી, તા.પં. સભ્યો, સ્ટાફ, સરપંચોએ નિવૃત થયેલા કર્મચારીને પુષ્પગુચ્છ આપ્યા હતાં.

Aug 1, 2025 - 04:44
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow