ધાંગધ્રામાં આધેડની હત્યા કરવાર ઝડપાયા:છોકરી સાથે વાતચીત કરવાના મુદ્દે બે ભાઈઓએ પરિવાર પર છરીથી હુમલો કર્યો હતો
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં બે દિવસ પહેલા છોકરી સાથે વાત કરવા બાબતે શેરીમાં રેહતા પરીવાર વચ્ચે થયેલ માથાકુટને લઈ બે શખ્સો દ્વારા છરી વડે હુમલો કરી બજારમાં પીત- માતા અને પુત્રી પર છરી વડે હુમલો કરી ગંભીર ઈજા થતા આધેડનુ મોત નીપજ્યું હતું. જયારે માતા પુત્રીને સારવાર માટે દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા. બનાવને લઈને પોલીસ ધટના સ્થળે દોડી જઈને આરોપીઓને ગણતરીની કલાકોમાં જ સિટી પોલીસે ઝડપી લીધા હતા. ધાંગધ્રાના કાનાના મંદિર પાસે રહેતા કલ્પેશભાઈ રમણીકભાઈ પરીખને બે દિવસ પહેલા પાસે રહેતા ઉદયભાઇ વ્યાસ સાથે છોકરી સાથે વાતચીત કરવા બાબતને લઈને બોલાચાલી થઈ હતી. આ બાબતનું મન દુઃખ રાખી રાત્રિના 8 વાગ્યાની આસપાસ આરોપી ઉદય વ્યાસ અને તેનો ભાઈ છરી લઈને આવી આવ્યા હતા. રામોલ મંદિરની પાસે કલ્પેશભાઈ પરીખ તેના પત્ની નિશાબેન પરીખ અને તેની પુત્રી ક્રિષ્નાબેન પરીખ બજારમાં ખરીદી કરીને ઘરે આવતા હતા ત્યારે આ બંને ભાઈઓ આવી અને કલ્પેશભાઈ પરીખ સાથે બોલાચાલી કરી હતી અને ઉશ્કેરાઈ જાઈ પોતાની પાસે રહેલી છરી લઈને પિતા માતા અને પુત્રી ઉપર હુમલો કર્યો હતો. આ હુમલામાં આધેડને છરીના ઘા મારતા આસપાસમાં ભારે દેકારો થતા આસપાસ ની દુકાન દારો અને લોકો દોડી આવતા આરોપી છરીના ધા મારી ભાગી ગયા હતા. ઘાયલો નીચે પડી જતા આસપાસના લોકો દોડી આવી અને સારવાર માટે સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. ત્યારે કલ્પેશભાઈ પરીખને ડોક્ટરો દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે ક્રિષ્નાબેન પરીખ અને નિશાબેન પરીખને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા. બનાવના સમાચાર મળતા તાત્કાલિક પીઆઇ એમ યુ મશી પીએસઆઇ એ કે વાઘેલા અને સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવી અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દઈને અલગ અલગ ટીમો બનાવી અને આરોપી ઉદય વ્યાસ અને તેના ભાઈને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસને બને આરોપી અંગે ચોકસ બાતમી મળતા બંને આરોપીઓને પોલીસે ગણતરીની કલાકોમાં જ ઝડપી લીધા હતા. આ બનાવને લઈને ધાંગધ્રા સરકારી દવાખાને મા મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉંટી પડ્યા હતા. આમ મરનાર ધાંગધ્રા ડીસીડબલ્યુના નિવૃત કર્મચારી હોવાનું જાણવા મળ્યું છે અને નિવૃત્ત જીવન જીવી રહ્યા હતા.

What's Your Reaction?






