ભાવનગરમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ:શહેરમાં 2 ઇંચ વરસાદથી ગરમીથી રાહત, વલ્લભીપુર, પાલીતાણા, મહુવા અને જેસર કોરાધાકોડ
શહેરમાં આજ(4 ઓગસ્ટ, 2025) સાવરથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, વરસાદે ભાવનગર જિલ્લામાં વિરામ લીધો છે. ગઈકાલે શહેર માં 2 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે ઘોઘા અને સિહોર પંથકમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો, જ્યારે ઉમરાળા, ગારીયાધાર તથા તળાજા પંથકમાં ઝરમર વરસાદ નોંધાયો હતો. વલ્લભીપુર, પાલીતાણા, મહુવા તથા જેસર કોરા ધાકોડ તો બીજી તરફ વલ્લભીપુર, પાલીતાણા, મહુવા તથા જેસર પંથક કોરાધાકોડ રહ્યા હતા. સાથે ગરમીનો પારો ફરી એક વાર ઊંચકાયો છે, તાપમાનનો પારો વધારા સાથે 33.5 ડિગ્રી આસપાસ પહોંચ્યો હતો, આમ રાત અને દિવસના તાપમાનના પારામાં 7 ડીગ્રી નો વધારા-ઘટાડો થતા લોકો ગરમીથી અકળાયા હતા. 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો? ભાવનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદના આંકડા જોઈએ તો વલ્લભીપુરમાં- 0 મિમી, ઉમરાળામાં - 2 મિમી, ભાવનગરમાં- 50 મિમી, ઘોઘામાં-17 મિમી, સિહોરમાં- 11 મિમી, ગારીયાધારમાં-1 મિમી, પાલીતાણામાં-0 મિમી, તળાજામાં-1 મિમી, મહુવામાં-0 મિમી તથા જેસરમાં-0 મિમી વરસાદ વરસ્યો હતો, આમ, ભાવનગર જિલ્લાના 10 તાલુકા માંથી 6 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. છેલ્લા 5 દિવસનો તાપમાનનો પારો જોઈએ તો, 31 જુલાઈને ગુરુવારના રોજ મહત્તમ તાપમાન 33.2 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 27.1 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 73 ટકા અને પવનની ઝડપ 18 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.1 ઓગસ્ટ ને શુક્રવારના રોજ મહત્તમ તાપમાન 34.2 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 26.5 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 76 ટકા અને પવનની ઝડપ 14 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.2 ઓગસ્ટ ને શનિવારના રોજ મહત્તમ તાપમાન 34.2 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 26.2 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 65 ટકા અને પવનની ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી.તા.3 ઓગસ્ટ ને રવિવારના રોજ મહત્તમ તાપમાન 33.5 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 25.9 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 90 ટકા અને પવનની ઝડપ 6 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.4 ઓગસ્ટ ને સોમવારના રોજ લઘુત્તમ તાપમાન 25.1 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 86 ટકા અને પવનની ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી.

What's Your Reaction?






