મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની જંબુસરને ભેટ:સ્થંભેશ્વર મહાદેવ મંદિરે પૂજા કરી, 32.75 કરોડની ભૂગર્ભ ગટર યોજનાનું ખાતમુહૂર્ત કર્યું

જંબુસરના નહાર ખાતે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હેલિકોપ્ટર દ્વારા પધાર્યા હતા. તેમના સ્વાગત માટે માજી મંત્રી છત્રસિંહ મોરી, ધારાસભ્ય દેવકિશોર સ્વામી અને માજી ધારાસભ્ય કિરણ મકવાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શ્રાવણ મહિનાના બીજા સોમવારે મુખ્યમંત્રીએ કાવી કંબોઇ સ્થિત પ્રાચીન સ્થંભેશ્વર મહાદેવ મંદિરે પધારી શિવલિંગના દર્શન કર્યા હતા. તેમણે યજ્ઞમાં પૂજા-અર્ચનામાં ભાગ લીધો હતો. ત્યારબાદ મંદિર દર્શન માટે આવેલા ભક્તોને પોતાના હાથે પ્રસાદી પીરસી લોકોને ભોજન કરાવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જંબુસર નગરપાલિકા વિસ્તાર માટે 32.75 કરોડ રૂપિયાની વિકાસ યોજનાઓની ભેટ જાહેર કરી હતી. તેમણે 32.75 કરોડના ખર્ચે નિર્માણ થનારી ભૂગર્ભ ગટર યોજનાનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ યોજના દ્વારા સ્થાનિક જનતાને મહત્વની સુવિધા આપવાનું વચન મુખ્યમંત્રીએ આપ્યું હતું. મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક તેમનું સ્વાગત કર્યું હતું. ભૂગર્ભ ગટર યોજના જંબુસર શહેરના સ્વચ્છતા અને આરોગ્ય માટે મહત્વપૂર્ણ પગલું બની રહેશે.

Aug 4, 2025 - 12:20
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow