શપથવિધિ સમારંભનું આયોજન:લાયન્સ ક્લબ પારડી દ્વારા “ઉત્સવ” શપથવિધિ સમારંભ યોજાયો
કિલ્લા પારડી ખાતે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રીકટના રિજીયન-5 દ્વારા “ઉત્સવ” શપથવિધી સમારંભ ભવ્ય રીતે યોજાયો હતો. લાયન ક્લબ ઓફ પારડી પર્લના તત્વાવધાનમાં આયોજિત કાર્યક્રમમાં રિજીયનમાં આવનાર 9 લાયન ક્લબો તથા એક લીઓ ક્લબના હોદ્દેદારોને પદના શપથ લેવડાવવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન મોનાબેન દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. શપથ વિધિના પુરોહિત તરીકે પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન દિપક પખાલે હાજર રહ્યા હતા. આ પ્રસંગે ફર્સ્ટ વાઈસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર હેમલ પટેલ, સેકન્ડ વાઈસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર પ્રિયંકા જૈન રાવલ, પાસ્ટ ડીજી પરેશ પટેલ, રિજીયન ચેરપર્સન સુધાબેન પરમાર, ઝોન ચેરમેન મોહમ્મદ નલવાળા, રાજેશ પરમાર, રાજેશ જૈસવાલ સહિત અન્ય અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન પ્રીતેશ, ભરૂચા પ્રેમલસિંહ ચૌહાણ, ડો. કેવિન મોદી, રાજેશ જૈસવાલ સહિતના સભ્યોનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું.

What's Your Reaction?






