સિટી એન્કર:કાર્ટૂન જોવાની અને રમવાની ઉંમરે રાજકોટના બાળકે પક્ષીઓને સારવાર મળી રહે એ માટે હેલ્પલાઈન શરૂ કરી

રાજકોટમાં રહેતા 9 વર્ષના ધર્મવીરસિંહ વંશ પક્ષીઓની સારવાર કરવાની સાથે સાથે તેને મદદરૂપ પણ બને છે. પોતાના જન્મદિવસની ઉજવણીમાં પિતાએ મોંઘી સાઇકલ ગિફ્ટ આપવાની વાત કરી તો પુત્રે ના બોલી કહ્યું કે, તમે મને પક્ષીઓની સારવાર માટે હેલ્પલાઈન શરૂ કરવામાં મદદ કરો. ધર્મવીરસિંહ વંશ 4થા ધોરણમાં અભ્યાસ કરે છે. એમને આજથી 2 વર્ષ પહેલાં એક વાર ખિસકોલીના બચ્ચાંને ઇજાગ્રસ્ત જોઈ, તે પોતાની સાથે ઘરે લઈ આવ્યો અને એની સારવાર શરૂ કરી. ત્યારબાદ આ સેવાનો ક્રમ ચાલુ થયો. અત્યાર સુધીમાં 200થી વધુ ચકલી, બિલાડી, કૂતરાં, પોપટ, કબૂતરની સારવાર કરી ચૂક્યો છે. વર્ધમાનનગરમાં રહેતા ધર્મવીરસિંહની આ પક્ષીઓની સેવા અને સારવાર કરવાની ભાવના જોઈને આજુબાજુના લોકો પણ એની મદદ લે છે. સારવાર બાદ પક્ષીઓ સાજા થઈ જાય તો એને ત્યારબાદ છોડી પણ દે છે. આ સિવાય એ ઝાડ, મંદિર, ખુલ્લી જગ્યા, બગીચામાં ચકલી તેમજ પક્ષીઓ માટે માળા બાંધે છે. ચણ નાખે છે. પીવાના પાણીના કુંડાની વ્યવસ્થા પણ કરે છે. વેટરનરી તબીબ સાથે સતત સંપર્કમાં ધર્મવીરસિંહના પિતા જયદીપસિંહએ જણાવ્યું હતું કે, મારા દીકરાના ધ્યાનમાં જો કોઈ ઇજાગ્રસ્ત પક્ષીની સારવાર ચાલતી હોય ત્યારે તે વેટરનરી તબીબ સાથે સંપર્કમાં રહે છે. પક્ષીની સારવાર માટે હેલ્પલાઈન નંબર 90331 23123 છે.

Aug 4, 2025 - 12:20
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow