મંડે પોઝીટીવ:પોલીસનો વ્યવહાર તમારી સાથે કેવો છે? સંતોષકારક જવાબ મળે છે? લોકો પાસેથી ફીડબેક લઈ રહ્યા છે રાજ્યના ગૃહમંત્રી

ગૃહમંત્રીના કાર્યાલયમાંથી બોલું છું. ‘કેમ છો? અમે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો ક્યાસ કાઢવા અને પોલીસ તંત્રની કામગીરી વધુ અસરકારક બનાવવા ગુજરાતના દરેક શહેરના પત્રકારો, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓથી લઈ સામાન્ય લોકોને કોલ કરી પોલીસની છબીનો, ભૂમિકાનો પારદર્શક અભિપ્રાય મેળવી રહ્યા છીએ. તમારા પોલીસ તંત્ર વિશેના અનુભવો જણાવશો પ્લીઝ. તમારો તટસ્થ અભિપ્રાય અમારા માટે ખૂબ મહત્ત્વ ધરાવે છે. કારણ કે સારું કામ કરનારને પ્રોત્સાહિત કરી શકાય અને નબળું કામ કરનાર સામે પગલાં ભરી શકાય. તમારા શહેરની પોલીસનું કામ સારું છે કે ખરાબ? નિશ્ચિંત થઈને જણાવો, સાચું ચિત્ર રજૂ થશે તો બઢતી-બદલી કે બરતરફ સુધીના નિર્ણય લેવાશે.’ આવા કોલ ગૃહમંત્રી હર્ષ સંઘવીના કાર્યાલયેથી આવી રહ્યા છે.હાલ રાજ્યભરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ભલે કથળી હોય પરંતુ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર ગૃહમંત્રીના કાર્યાલયમાંથી આવા અભિપ્રાય મેળવી પોલીસની કામગીરી કે છબી સુધારવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 10 હજાર લોકોના અભિપ્રાય લેવાશે, તેના આધારે બઢતી-બદલી : ગૃહમંત્રી ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ખરેખર ગ્રાઉન્ડ રિયાલિટી શું છે તે જાણવા લોકોનો અભિપ્રાય લઈ રહ્યા છીએ. આ પ્રેક્ટિસને કાયમી બનાવી સમગ્ર સિસ્ટમ સુધારી વધુ સુદૃઢ બનાવવા પ્રયાસ કરી રહ્યા છીએ. રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા સહિત રાજ્યભરના 10 હજાર લોકોના અભિપ્રાય મેળવી તેનું વિશ્લેષણ કરાશે. તેના આધારે બઢતી, બદલી કે બરતરફ સુધીના નિર્ણય લેવાશે. કેવાં પૂછાય રહ્યા છે સવાલ તમારે પોલીસ મથકે જવાનું થાય છે? તમારો અનુભવ કેવો છે? સંતોષકારક જવાબ મળે છે કે નહીં?​​​​​​​ પીએસઆઇ અને પીઆઇ હાજર હોય છે કે નહીં? જે તે પોલીસ મથકમાંથી યોગ્ય જવાબ ન મળે અને ઉચ્ચ અધિકારીને મળવા જવાનું થાય તો મુલાકાત અપાય છે કે નહીં?​​​​​​​ પોલીસ મથકમાં ફરિયાદ કે રજૂઆતનું સરળતાથી નિરાકરણ થાય છે કે નહીં?​​​​​​​

Aug 4, 2025 - 12:20
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow