વલસાડમાં વરસાદી માહોલ:જિલ્લામાં અત્યાર સુધી સરેરાશ 1519.33 mm વરસાદ નોંધાયો, મધુબન ડેમનું લેવલ 73.75 મીટર પહોંચ્યું
વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ વલસાડ તાલુકામાં 9 mm નોંધાયો છે. જિલ્લાના અન્ય તાલુકાઓમાં ધરમપુર 2 mm, પારડી 5 mm, કપરાડા 4 mm, ઉમરગામ 3 mm અને વાપી તાલુકામાં 5 mm વરસાદ ડિઝાસ્ટર વિભાગના ચોપડે નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં સરેરાશ 4.66 mm વરસાદ પડ્યો છે. મધુબન ડેમના ઉપરવાસના 6 ગામોમાં છેલ્લા 24 કલાકમાં કુલ 28 mm વરસાદ નોંધાયો છે. આ કારણે મધુબન ડેમમાં પાણીની આવક વધતાં ડેમનું લેવલ 73.75 મીટર સુધી પહોંચ્યું છે. ડેમમાં 06,215 ક્યુસેટ પાણીની આવક થઈ છે. ઉપરવાસમાં વરસાદ બંધ થતાં હાલ ડેમના તમામ દરવાજા બંધ રાખવામાં આવ્યા છે. 1લી જૂનથી અત્યાર સુધીમાં વલસાડ જિલ્લામાં કુલ સરેરાશ 1519.33 mm વરસાદ નોંધાયો છે. તાલુકાવાર વરસાદની વિગતો જોઈએ તો વલસાડમાં 1121 mm, ધરમપુરમાં 1623 mm, પારડીમાં 1355 mm, કપરાડામાં 2137 mm, ઉમરગામમાં 1266 mm અને વાપી તાલુકામાં 1615 mm વરસાદ નોંધાયો છે. રાજ્ય હવામાન વિભાગે વલસાડ જિલ્લા, સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી હતી. આ આગાહીને પગલે ગઈકાલે સવારથી વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો. આજે સવારથી 10 વાગ્યા સુધીમાં વલસાડમાં 3 mm, ધરમપુરમાં 5 mm અને ઉમરગામ તાલુકામાં 2 mm વરસાદ નોંધાયો છે.

What's Your Reaction?






