'ડાન્સમાં કિયારા સાથે તાલમેલ બેસાડવો અઘરો હતો':હૃતિક રોશને 'વોર 2'ના ગીતનો કિસ્સો શેર કર્યો- 'સરળ સ્ટેપ્સ હોવા છતાં બંને માટે માથાનો દુખાવો બની ગયા'

હૃતિક રોશન, કિયારા અડવાણી અને જૂનિયર એનટીઆર સ્ટારર ફિલ્મ 'વોર 2'ની ફેન્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. મેકર્સે તાજેતરમાં કિયારાના જન્મદિવસે ફિલ્મનું પહેલું ગીત 'આવાં જાવાં' રિલીઝ કર્યું હતું. ગીતને જોઈને ફેન્સ ફરી હૃતિકના ડાન્સ મુવ્સ પર દિલ હારી બેઠાં છે. જોકે, હૃતિકને આ ગીતના શૂટિંગ માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એક્ટરે આ ગીતના શૂટિંગનો કિસ્સો શેર કર્યો છે. 'વોર 2'ની રિલીઝ પહેલા હૃતિક રોશન શ્રીલંકા પહોંચ્યો હતો. જ્યાં તેણે ફિલ્મના શૂટિંગના કિસ્સા શેર કર્યા હતા. એક્ટરે કહ્યું, ''વોર 2'ના ગીત 'આવાં જાવાં' માટે મારે અને કિયારાને ઘણી મુશ્કેલી વેઠવી પડી હતી. તેના ડાન્સ સ્ટેપ્સ ખૂબ સરળ છે, પણ ખબર નહીં કેમ, જ્યારે મેં અને કિયારાએ તેનું રિહર્સલ શરૂ કર્યું, ત્યારે અમારા હાથ અને પગના મુવ્સ મેચ કરવામાં અમને ઘણી પરેશાની થઈ રહી હતી. મારે તેની જેમ ડાન્સ કરવાનો હતો અને તેને મારી જેમ. જેથી સ્ટેપ્સ સાવ સરળ હોવા છતાં અમારા બંનેને તેને મેચ કરવા માટે ઘણી મહેનત કરવી પડી. મેં ઘણા અઘરાં સ્ટેપ્સ કર્યાં, જે મારા માટે વધુ સરળ હતા.' એક્ટરે ઉમેર્યું, 'જો હું કેમેરાની સામે ના હોઉં, તો મને મારા ડાયલોગ્સ અને ડાન્સ સ્ટેપ્સ યાદ રહેતા નથી. આ અવિશ્વસનીય છે, પણ ખરેખર, હું કેમેરા વિના મારા ડાન્સ સ્ટેપ્સ યાદ રાખી શકતો નથી.' હૃતિકે પોતાની ફિલ્મ 'લક્ષ્ય'ના ગીત 'મેં એસા ક્યું હું'નો આઈકોનિક ડાન્સ મુવ યાદ કરતા કહ્યું, ''મેં એસા ક્યું હું'ના સ્ટેપ્સ દેખાવમાં ખરેખર મુશ્કેલ લાગે છે, પણ પ્રભુદેવા સરે તેને મારા માટે એટલા સરળ કરી દીધા કે વાત ન પુછો. તેમણે મારી સાથે એક વ્યક્તિને એક મહિના સુધી રાખ્યો, હું દરરોજ તે સ્ટેપ્સમાં થોડો થોડો મુવ થતો ગયો અને પછી મેજિક, એ માસ્ટરપિસનો જન્મ થયો.' હૃતિકે તેની ડિરેક્ટોરિયલ ડેબ્યૂ ફિલ્મ 'ક્રિશ 4' વિશે પણ વાત કરી. એક્ટરે કહ્યું કે, 'મને ખૂબ જ ડર લાગી રહ્યો છે. મને તમારા પ્રેમ અને આશિર્વાદની જરૂર છે. હું ખૂબ ઉત્સાહિત છું પણ સાથે સાથે નર્વસ પણ છું. હું ડરેલો છું પણ સાથે સાથે મારા જીવનના નવા ચેપ્ટર માટે હું ખૂબ ખૂબ ઉત્સાહિત છું.'

Aug 4, 2025 - 12:21
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow