ભારત-ઇંગ્લેન્ડ સિરીઝમાં અધધધ...20 રેકોર્ડ્સ બન્યા:ઓવલમાં ભારતની સૌથી નાની જીત; ગિલે અનેક રેકોર્ડ તોડ્યા, બાપુએ સૌથી વધુ વખત 50+નો સ્કોર બનાવ્યો
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની 5 મેચની એન્ડરસન-તેંડુલકર ટ્રોફી ડ્રો રહી. ભારતે પાંચમી ટેસ્ટમાં ઇંગ્લેન્ડને 6 રને હરાવ્યું. આ સાથે સિરીઝ 2-2થી સમાપ્ત થઈ. ટેસ્ટ ઇતિહાસમાં આ પહેલી સિરીઝ હતી, જેમાં 9 બેટર્સે 400થી વધુ રન બનાવ્યા હતા. ભારતીય કેપ્ટન શુભમન ગિલ સિરીઝમાં સૌથી વધુ રન બનાવનારો ભારતીય કેપ્ટન બન્યો. આ સિરીઝમાં જો રૂટ ટેસ્ટ ક્રિકેટમાં બીજા નંબરનો ટોપ સ્કોરર બન્યો. એન્ડરસન-તેંડુલકર ટ્રોફીના ટોચના 20 રેકોર્ડ વાંચો... ઓવલ, પાંચમી ટેસ્ટ - ભારત જીત્યું 1. ભારતની સૌથી નાની જીત ટેસ્ટ ક્રિકેટમાં રનની દૃષ્ટિએ ભારતનો અત્યારસુધીની સૌથી નાની જીત 6 રનથી છે. સોમવારે ઓવલ ટેસ્ટમાં ભારતે ઇંગ્લેન્ડને 6 રનથી હરાવ્યું હતું. ભારતની બીજી સૌથી નાની જીત 13 રનથી હતી. આ જીત 2004માં વાનખેડે સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે હતી. 2. પહેલીવાર 9 બેટર્સે એક સિરીઝમાં 400+ રન બનાવ્યા ટેસ્ટ ઇતિહાસમાં પહેલીવાર એક સિરીઝમાં 9 બેટર્સે 400થી વધુ રન બનાવ્યા. અગાઉ આ રેકોર્ડ વેસ્ટ ઈન્ડીઝ અને ઓસ્ટ્રેલિયાના નામે હતો. 1975-76 સિરીઝમાં 8 બેટર્સે 400+ રન બનાવ્યા હતા. 3. ગિલ ભારતીય અને વિદેશી કેપ્ટન દ્વારા સિરીઝમાં સૌથી વધુ રન બનાવનારો ખેલાડી 4. જાડેજાએ ઈંગ્લેન્ડમાં ભારત માટે એક સિરીઝમાં સૌથી વધુ 50+ સ્કોર બનાવ્યો રવીન્દ્ર જાડેજા ભારત માટે ઈંગ્લેન્ડ સામે એક સિરીઝમાં સૌથી વધુ 50+ રન બનાવનારો ખેલાડી બન્યા. તેમણે 6 વખત 50+ રન બનાવ્યા. સુનીલ ગાવસ્કર આ યાદીમાં બીજા ક્રમે છે, જેમણે 1979માં 5 વખત 50+ રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 2018માં 5-5 વખત અને રિષભ પંતે 2025ની સિરીઝમાં 5-5 વખત 50 કે તેથી વધુ રન બનાવ્યા છે. માન્ચેસ્ટર, ચોથી ટેસ્ટ- ડ્રો 5. રૂટ ટેસ્ટમાં બીજા ક્રમે સૌથી વધુ રન બનાવનારો ખેલાડી જો રૂટ ટેસ્ટ ક્રિકેટમાં બીજા ક્રમે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. તે હવે ફક્ત ભારતીય દિગ્ગજ સચિન તેંડુલકરના 15,921 રનના વિશ્વ રેકોર્ડથી પાછળ છે. ચોથી ટેસ્ટના ત્રીજા દિવસે રૂટે રિકી પોન્ટિંગ, જેક્સ કાલિસ અને રાહુલ દ્રવિડને પાછળ છોડી દીધા. 6. શુભમન ઈંગ્લેન્ડ સિરીઝમાં સૌથી વધુ રન બનાવનારો એશિયન ખેલાડી બન્યો ટીમ ઈન્ડિયાના ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલ ઈંગ્લેન્ડમાં સિરીઝ દરમિયાન સૌથી વધુ ટેસ્ટ રન બનાવનારો એશિયન ખેલાડી બન્યો. તેણે પાકિસ્તાનના મોહમ્મદ યુસુફનો રેકોર્ડ તોડ્યો, જેણે 2006માં 631 રન બનાવ્યા હતા. ગિલ ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં ભારતીય બેટર માટે સૌથી વધુ રન બનાવનારો ખેલાડી પણ બન્યો. ગિલે એન્ડરસન-તેંડુલકર ટ્રોફી દરમિયાન 5 મેચમાં 754 રન બનાવ્યા છે. એ જ સમયે યશસ્વી જયસ્વાલે 2024માં ઇંગ્લેન્ડના ભારત પ્રવાસ દરમિયાન એન્થોની-ડી મેલો ટ્રોફીમાં 5 મેચની 9 ઇનિંગ્સમાં 712 રન બનાવ્યા હતા. 7. ડેબ્યૂ ટેસ્ટ સિરીઝમાં 4 સદી ફટકારનારો પ્રથમ કેપ્ટન શુભમન ગિલ કેપ્ટન તરીકે પોતાની પહેલી ટેસ્ટ સિરીઝમાં 4 સદી ફટકારનારો પ્રથમ કેપ્ટન બન્યો. તેની પહેલાં ફક્ત 5 ખેલાડી- વોરવિક આર્મસ્ટ્રોંગ, ડોન બ્રેડમેન, ગ્રેગ ચેપલ, વિરાટ કોહલી અને સ્ટીવ સ્મિથ- એ કેપ્ટન તરીકે પોતાની પહેલી ટેસ્ટ સિરીઝમાં 3-3 સદી ફટકારી હતી. એક ટેસ્ટ સિરીઝમાં કેપ્ટન તરીકે સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ ત્રણ ખેલાડીનાં નામે છે. સર ડોન બ્રેડમેને 1947-48માં ભારત સામેની ઘરઆંગણે સિરીઝમાં ચાર સદી ફટકારી હતી. આ પછી સુનીલ ગાવસ્કરે 1978-79માં ભારતમાં રમતી વખતે વેસ્ટ ઈન્ડીઝ સામે ચાર સદી ફટકારી હતી. શુભમન ગિલે પણ ઈંગ્લેન્ડ સામે વિદેશી પીચ પર ચાર સદી ફટકારીને આ સિદ્ધિ મેળવી હતી. 8. ભારત ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ 350+ સ્કોર બનાવનારી ટીમ બની ભારતે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં 8 વખત 350 કે તેથી વધુ રન બનાવ્યા હતા, જે ટેસ્ટ સિરીઝમાં કોઈપણ ટીમ દ્વારા સૌથી વધુ છે. આ પહેલાં ઓસ્ટ્રેલિયાએ 3 વખત સિરીઝમાં 6 વખત 350+ રન બનાવ્યા હતા. લોર્ડ્સ, ત્રીજી ટેસ્ટ- ઇંગ્લેન્ડ જીત્યું 9. બુમરાહના નામે 450 વિકેટ, ઘરની બહાર સૌથી વધુ 5 વિકેટ લીધી લોર્ડ્સ ટેસ્ટની પહેલી ઇનિંગમાં બેન સ્ટોક્સની વિકેટ લઈને જસપ્રીત બુમરાહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 450 વિકેટ પૂર્ણ કરી. બુમરાહે પહેલી ઇનિંગમાં પણ 5 વિકેટ લીધી હતી. ટેસ્ટમાં આ તેની 15મી 5 વિકેટ હતી. ઘરઆંગણે વિદેશમાં આ તેની 13મી 5 વિકેટ હતી. બુમરાહે ઘરઆંગણે સૌથી વધુ 5 વિકેટ લેનાર ભારતીય બોલર બન્યો. તેણે કપિલ દેવનો રેકોર્ડ તોડ્યો, જેમના નામે 12 5 વિકેટ લેવાનો રેકોર્ડ હતો. 10. રૂટ સૌથી વધુ કેચ પકડનારો ખેલાડી બન્યો ભારતની બેટિંગ દરમિયાન જો રૂટે કરુણ નાયરને સ્લિપમાં કેચ આપ્યો. આ સાથે તે ફિલ્ડર તરીકે ટેસ્ટમાં સૌથી વધુ કેચ લેનારો ખેલાડી બન્યો. રૂટે ભારતના રાહુલ દ્રવિડને પાછળ છોડી દીધો, જેના નામે 210 કેચ હતા. રૂટ પાસે હવે 213 કેચ છે. 11. ટેસ્ટમાં ભારત માટે છગ્ગા ફટકારવાના મામલામાં પંતે સેહવાગની બરાબરી કરી ભારત માટે ટેસ્ટમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાના મામલે રિષભ પંતે વીરેન્દ્ર સેહવાગની બરાબરી કરી લીધી છે. બંનેના નામે 90-90 છગ્ગા છે. રોહિત શર્મા આ યાદીમાં ત્રીજા નંબરે છે, તેના નામે 88 છગ્ગા છે. બર્મિંગહામ, બીજી ટેસ્ટ- ભારત જીત્યું 12. 25 વર્ષની ઉંમરે બે ફોર્મેટમાં બેવડી સદી કેપ્ટન શુભમન ગિલે બર્મિંગહામમાં પહેલા દિવસે સદી ફટકારી હતી, જેને તેણે બીજા દિવસે બેવડી સદીમાં રૂપાંતરિત કરી હતી. 25 વર્ષીય શુભમન 269 રન બનાવીને આઉટ થયો હતો. ટેસ્ટમાં આ તેની પહેલી બેવડી સદી હતી. તેણે 23 વર્ષની ઉંમરે ODI ફોર્મેટમાં પણ ડબલ સેન્ચુરી ફટકારી છે. શુભમન 2 અલગ અલગ ફોર્મેટમાં બેવડી સદી ફટકારનારો સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો. તેણે રોહિતનો રેકોર્ડ તોડ્યો, જેણે 32 વર્ષની ઉંમરે બંને ફોર્મેટમાં બેવડી સદી ફટકારી હતી. 13. શુભમને ઈંગ્લેન્ડમાં શ્રેષ્ઠ સ્કોર બનાવ્યો શુભમન ઇંગ્લેન્ડમાં સૌથી વધુ રન બનાવનારો ભારતીય ખેલાડી પણ બન્યો. તેણે સુનીલ ગાવસ્કરનો 46 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો. ગાવસ્કરે 1979માં ઓવલ મેદાન પર 221 રન બનાવ્યા હતા. આ બે સિવાય ફક્ત રાહુલ દ્રવિડ 2002માં ઇંગ્લેન્ડની ધરતી પર બેવડી સદી ફટકારી શક્યો છે. શુભમન એશિયાની બહાર ભારત માટે સૌથી વધુ રન બનાવનારો ખેલાડી પણ બન્યો. તે

What's Your Reaction?






