સિરાજ-ક્રિષ્નાની જોડીએ મેચ પલટી:બંનેએ મળીને 17 વિકેટ લીધી, યશસ્વી ભારતનો એકમાત્ર સેન્ચુરિયન; જીતના 5 હીરો
પાંચમી ટેસ્ટના છેલ્લા દિવસે 27,000 દર્શકોની ક્ષમતા ધરાવતું સ્ટેડિયમ ઓવલ ગ્રાઉન્ડ ખીચોખીચ ભરેલું હતું. ઇંગ્લેન્ડને જીતવા માટે ફક્ત 35 રનની જરૂર હતી, જ્યારે ભારત જીતથી 4 વિકેટ દૂર હતું. દિવસની પહેલી ઓવર ફેંકવા આવેલા પ્રસિદ્ધ ક્રિષ્નાએ પોતાના પહેલા બે બોલમાં ચોગ્ગા ખાધા. હવે ઇંગ્લેન્ડ જીતથી માત્ર 27 રન દૂર હતું. પરંતુ આગામી બે ઓવરમાં સિરાજે જેમી સ્મિથ અને જેમી ઓવરટનની વિકેટ લઈને ઇંગ્લેન્ડને બેકફૂટ પર ધકેલી દીધું. આ પછી પ્રસિદ્ધે જોશ ટંગને બોલ્ડ કર્યો. આ કારણે ઇજાગ્રસ્ત ક્રિસ વોક્સ એક હાથે બેટિંગ કરવા આવ્યો. સિરાજના બોલ પર એટકિન્સને સિક્સ ફટકારતાં ઇંગ્લેન્ડનો દાવ ફરી સુધરતો હોય તેવું લાગતું હતું. પરંતુ સિરાજે તેને બીજી જ ઓવરમાં બોલ્ડ કરી અને ભારતને મેચ જીતી લીધી. ઓવલ ટેસ્ટના 5 હીરો, જેમણે ભારતને હારેલી મેચ જીતાડી 1. મોહમ્મદ સિરાજ: છેલ્લા દિવસે 3 વિકેટ લીધી, ઇંગ્લિશ ટીમને 35 રન બનાવતા અટકાવી છેલ્લા દિવસે, ઇંગ્લેન્ડને 4 વિકેટ બાકી રહેતા 35 રન બનાવવાના હતા. જેમી ઓવરટને સતત બે ચોગ્ગા ફટકારીને પ્રસિદ્ધ પર દબાણ બનાવ્યું. આવી સ્થિતિમાં ભારતીય કેપ્ટન ગિલે બોલ મોહમ્મદ સિરાજને સોંપ્યો. પોતાની પહેલી ઓવરમાં જ તેણે જેમી સ્મિથ (2 રન)ને વિકેટકીપર ધ્રુવ જુરેલના હાથે કેચ આઉટ કરાવ્યો. એટલું જ નહીં, તેણે પછીની ઓવરમાં જેમી ઓવરટન (9 રન)ને પેવેલિયન મોકલીને ઇંગ્લિશ ટીમ પર દબાણ બનાવ્યું. પછી જ્યારે ઇંગ્લેન્ડ જીતથી માત્ર 7 રન દૂર હતું, ત્યારે સિરાજે ઇંગ્લેન્ડની છેલ્લી આશા ગસ એટકિન્સન (17 રન)ને યોર્કરથી બોલ્ડ કરીને ભારતને જીત અપાવી. તેણે ઓવલ ટેસ્ટમાં કુલ 9 વિકેટ લીધી. તેણે પહેલી ઇનિંગમાં 4 અને બીજી ઇનિંગમાં 5 વિકેટ લીધી. સિરાજને તે પ્રદર્શન માટે પ્લેયર ઑફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો. તે આ સિરીઝનો સૌથી સફળ બોલર હતો. તેણે કુલ 23 વિકેટ લીધી. 2. પ્રસિદ્ધ ક્રિષ્ના: રૂટને આઉટ કરીને ઇંગ્લેન્ડને મુશ્કેલીમાં મુક્યું જેમી ઓવરટન અને જેમી સ્મિથ આઉટ થયા પછી ઈંગ્લેન્ડ દબાણમાં હતું. પરંતુ, ટીમને હજુ પણ 18 રન બનાવવાના હતા. પ્રસિદ્ધ સતત ગસ એટકિન્સન પર દબાણ લાવી રહ્યો હતો, પરંતુ તે ચોથા બોલ પર રન લઈને બીજા છેડે ગયો. હવે જોશ ટંગ સ્ટ્રાઈક પર આવ્યો... પ્રસિદ્ધે લેગ સ્ટમ્પ પર પેડની નજીક 142 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો, પરંતુ ટંગ તેને રમી શક્યો નહીં અને બોલ સ્ટમ્પને વિખેરીને આર-પાર જતો રહ્યો. ટંગ આઉટ થયા પછી, ઇજાગ્રસ્ત ક્રિસ વોક્સને ક્રિઝ પર આવવું પડ્યું. તે એક હાથે બેટિંગ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આનાથી એટકિન્સન પર જીતનું દબાણ વધ્યું. પ્રસિદ્ધે જો રૂટને આઉટ કરીને ઇંગ્લેન્ડને વિજય તરફ આગળ વધતા અટકાવ્યું. 105 રન બનાવનાર રૂટના આઉટ થયા પછી, ચોથા દિવસે ઇંગ્લેન્ડ જીતી શક્યું નહીં. વરસાદે પણ આમાં ફાળો આપ્યો, કારણ કે ચોથા દિવસે વરસાદ અને નબળા પ્રકાશને કારણે 90 મિનિટની રમત યોજાઈ શકી નહીં. તેણે પહેલી ઇનિંગમાં ઝડપી રન બનાવી રહેલા ઝેક ક્રોલીને 64 રનમાં આઉટ કરીને ઇંગ્લેન્ડને બેકફૂટ પર ધકેલી દીધું. આ ઉપરાંત તેણે 3 વધુ બેટર્સને આઉટ કર્યા. પ્રસિદ્ધ ક્રિષ્નાએ ઓવલ ટેસ્ટમાં કુલ 8 વિકેટ લીધી. 3. વોશિંગ્ટન સુંદર: 39 બોલમાં ફિફ્ટી, ઇંગ્લેન્ડને 374 રનનો ટાર્ગેટ આપ્યો ત્રીજા દિવસે... ભારતીય ટીમે બીજી ઇનિંગમાં 357 રનના સ્કોર પર 8 વિકેટ ગુમાવી દીધી હતી. રવીન્દ્ર જાડેજા 53 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. જોશ ટંગે પણ મોહમ્મદ સિરાજને તે જ સ્કોર પર પેવેલિયન મોકલ્યો હતો. હવે ફક્ત છેલ્લી વિકેટ બાકી હતી અને ટીમ ઇન્ડિયા પાસે 334 રનની લીડ હતી, જે જીત માટે પૂરતી નહોતી. અહીંથી વોશિંગ્ટન સુંદરે વિસ્ફોટક બેટિંગ શરૂ કરી. તેણે પ્રસિદ્ધ સાથે છેલ્લી વિકેટ માટે 25 બોલમાં 39 રનની ભાગીદારી કરી અને ટીમનો સ્કોર 396 રન સુધી પહોંચાડ્યો. આ રીતે ટીમ ઈન્ડિયા 374 રનનો ટાર્ગેટ રાખવામાં સફળ રહી. 4. યશસ્વી જયસ્વાલ: સદી ફટકારીને ભારતને મજબૂત શરૂઆત અપાવી ભારત પહેલી ઇનિંગમાં 23 રનથી પાછળ હતું. અહીંથી વાપસી કરવા માટે, ટીમને બીજી ઇનિંગમાં મોટા સ્કોરની જરૂર હતી. પરંતુ, ઓપનર કેએલ રાહુલ 7 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. ટીમ ઈન્ડિયા પર દબાણ હતું... કારણ કે, બીજા દિવસે સ્ટમ્પ્સ સુધીમાં, ભારતના બે બેટર્સ પેવેલિયન પરત ફર્યા હતા. આવી સ્થિતિમાં, યશસ્વી જયસ્વાલે 164 બોલમાં 118 રનની સદી ફટકારી અને ઇનિંગ સંભાળી. તેણે નાઇટ વોચમેન આકાશ દીપ સાથે ત્રીજી વિકેટ માટે 150 બોલમાં 107 રનની ભાગીદારી કરી. આ ભાગીદારીએ ભારતને વાપસી કરવામાં મદદ કરી. યશસ્વી જયસ્વાલ પહેલી ઇનિંગમાં માત્ર 2 રન બનાવીને આઉટ થયો હતો. 5. આકાશ દીપ: 2 મોટી ભાગીદારી તોડી, ફિફ્ટી ફટકારી આકાશ દીપ એ બેટિંગ અને બોલિંગ બંને મોરચે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. તેના યોગદાનને 2 પોઈન્ટમાં સમજો... નાઈટ વોચમેન તરીકે બેટિંગ કરવા ઉતર્યો, ફિફ્ટી ફટકારી: ત્રીજા દિવસે નાઈટ વોચમેન તરીકે બેટિંગ કરવા ઉતરેલા આકાશ દીપે 66 રન બનાવીને ભારતને બીજા દાવમાં પતનથી બચાવ્યું. તેણે ઓપનર યશસ્વી જયસ્વાલ સાથે 107 રનની ભાગીદારી પણ કરી. *********** ઓવલ ટેસ્ટ સંબંધિત આ સમાચાર પણ વાંચો... 1). ઓવલ ટેસ્ટને યાદગાર બનાવનાર 12 મોમેન્ટ્સ ઓવલ ટેસ્ટમાં ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે ગસ એટકિન્સનને જે બોલથી બોલ્ડ કર્યો હતો અને ભારતને જીત અપાવી હતી તે આ મેચની 295મી ઓવરનો પહેલો બોલ હતો. આ મેચ હંમેશા માટે એટલી રોમાંચક અને યાદગાર બની ગઈ કારણ કે આ બોલ પહેલા રમાયેલી 294 ઓવરમાં મેચનું પરિણામ કોના પક્ષમાં જશે તે નક્કી નહોતું. સંપૂર્ણ સમાચાર વાંચો... 2). ભારતની રોમાંચક જીત, સિરીઝ 2-2 થી ડ્રો ઓવલ ટેસ્ટના છેલ્લા દિવસે ભારતે 4 વિકેટ લઈને 6 રનથી મેચ જીતી લીધી. આ સાથે, ટીમે 5 મેચની એન્ડરસન-તેંડુલકર ટ્રોફી પણ 2-2 થી બરાબર કરી. ભારતીય પેસર મોહમ્મદ સિરાજે બીજી ઇનિંગમાં 5 વિકેટ લઈને મેચનું પાસું ફેરવી દીધું અને ટીમને રોમાંચક જીત અપાવી. સંપૂર્ણ સમાચાર વાંચો...

What's Your Reaction?






