ચેમ્પિયન RCB પર અધધધ... કરોડો રૂપિયાનો વરસાદ:GTના ખેલાડીઓ ચમક્યા, સુદર્શને ઓરેન્જ કેપ અને પ્રસિદ્ધે પર્પલ કેપ જીતી; 14 વર્ષના વૈભવને કાર મળી

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ને એક નવો ચેમ્પિયન મળ્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ પંજાબ કિંગ્સને 6 રને હરાવીને 18મી સીઝનનો ખિતાબ જીત્યો. RCBએ પહેલીવાર IPLનો ખિતાબ જીત્યો, પરંતુ ટ્રોફી જીતવા માટે પંજાબની રાહ વધી ગઈ છે. ટાઇટલ જીતવા પર RCBને ચમકતી ટ્રોફી સાથે 20 કરોડ રૂપિયાનું વિજેતા ઇનામ મળ્યું. જ્યારે રનર-અપ PBKSને 12.5 કરોડ રૂપિયાથી સંતોષ માનવો પડ્યો. ત્રીજા ક્રમે રહેલી મુંબઈ ઈન્ડિયન્સને 7 કરોડ રૂપિયા અને ચોથા ક્રમે રહેલી ટીમ ગુજરાત ટાઇટન્સને 6.50 કરોડ રૂપિયા મળ્યા. ગુજરાતના સાઈ સુદર્શન, જેણે સિઝનમાં સૌથી વધુ 759 રન બનાવ્યા હતા, તેને ઓરેન્જ કેપ આપવામાં આવી હતી, જ્યારે 25 વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લેનારા પ્રસિદ્ધ ક્રિષ્નાને પર્પલ કેપ મળી હતી. 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીને સીઝનનો સુપર સ્ટ્રાઇકર તરીકે પસંદ કર્યો હતો. અહીંથી વ્યક્તિગત અવોર્ડ્સ સુદર્શનને 3 અવોર્ડ મળ્યા; 14 વર્ષનો વૈભવ સુપર સ્ટ્રાઇકર ગુજરાતના ઓપનર સાઈ સુદર્શનને સૌથી વધુ વ્યક્તિગત પુરસ્કારો મળ્યા. ઓરેન્જ કેપ ઉપરાંત તેને અલ્ટિમેટ ફેન્ટસી પ્લેયર ઑફ ધ સિઝન, ઇમર્જિંગ પ્લેયર ઑફ ધ સિઝન અને મોસ્ટ બાઉન્ડરીઝ (ફોર) એવોર્ડ પણ આપવામાં આવ્યા. મુંબઈના સૂર્યકુમાર યાદવ ટુર્નામેન્ટના મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ રહ્યો. આ ઉપરાંત મોસ્ટ સિક્સ હિટરનો એવોર્ડ લખનઉના નિકોલસ પૂરનને, ગ્રીન ડોટ બોલનો એવોર્ડ ગુજરાતના મોહમ્મદ સિરાજને અને બેસ્ટ કેચનો એવોર્ડ હૈદરાબાદના કામિન્દુ મેન્ડિસને આપવામાં આવ્યો. IPL ફાઈનલ સંબંધિત આ સમાચાર પણ વાંચો... 18 વર્ષે RCB અને કોહલી IPL ચેમ્પિયન: લીગને આઠમો ચેમ્પિયન મળ્યો, જીત મળતાં જ વિરાટ રડવા લાગ્યો; પંજાબને ફાઈનલમાં 6 રને હરાવ્યું રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પોતાનું પહેલું ટાઇટલ જીત્યું છે. ટીમે પંજાબ કિંગ્સ (PBKS)ને 6 રનથી હરાવ્યું. આ સાથે IPLને 18મી સિઝનમાં તેનો આઠમો ચેમ્પિયન મળ્યો. સંપૂર્ણ સમાચાર વાંચો... 14 વર્ષનો વૈભવ ધોનીને પગે લાગ્યો, અભિષેક-દિગ્વેશ વચ્ચે ઉગ્ર બોલાચાલી; 30 PHOTOSમાં IPL 2025ની ટૉપ મોમેન્ટ્સ IPL 2025નો ઐતિહાસિક અંત આવ્યો. 17 સિઝનથી ટ્રોફી જીતી ન શકી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ફાઈનલમાં પંજાબ કિંગ્સને હરાવીને પોતાનો પહેલો ખિતાબ જીત્યો. 73 દિવસની આ ટુર્નામેન્ટમાં 74 મેચ રમાઈ હતી, જેમાં 30 ટોચની મોમેન્ટ્સ જોવા મળી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો... ભાવુક થયેલો કોહલી બોલ્યો- 'હું આજે શાંતિથી સૂઈશ': 'ક્યારેય વિચાર્યું નહોતું આ દિવસ આવશે, ઘણીવાર છોડવાનું મન થયું; મારો આત્મા RCB સાથે' 17 વર્ષ પછી RCBએ પંજાબ કિંગ્સને હરાવીને પહેલીવાર ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025)નો ખિતાબ જીત્યો. આ શાનદાર જીત બાદ વિરાટ કોહલી ખૂબ જ ભાવુક દેખાતો હતો. કોહલી એકમાત્ર એવો ખેલાડી છે, જે શરૂઆતથી જ RCB સાથે સંકળાયેલો છે. આ જીત બાદ કોહલીની પ્રતિક્રિયા ખૂબ વાઇરલ થઈ રહી છે. સંપૂર્ણ સમાચાર વાંચો...

Jun 5, 2025 - 03:46
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow