વડોદરામાં બાઈક ચોર ઝડપાયો:અમિતનગર, દુમાડ ચોકડી, સમા તળાવ, અને એરપોર્ટ સર્કલ નજીક પાર્ક કરેલી 6 ટુ-વ્હીલરની ચોરી કરી હોવાની કબુલાત કરી, 3 બાઈક જપ્ત
વડોદરા શહેરમાં ડેઇલી અપડાઉન કરતા તેમજ નોકરીયાત નાગરિકો દ્વારા અમિતનગર, દુમાડ ચોકડી, સમા તળાવ, અને એરપોર્ટ સર્કલ નજીક પાર્ક કરેલી 6 ટુ-વ્હીલર વાહનોની ચોરી કરનાર આરોપીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. આરોપીએ બાઈક ચોરીની કબૂલાત કરી વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમને વડોદરા શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે સમા કેનાલ પાસેથી નંબર પ્લેટ વગરની શંકાસ્પદ બાઇક સાથે આરોપી મનહરભાઇ ઉર્ફે મહેશ ઉદાભાઇ વાદી (ઉ.વ. 34, રહે. ટુંડાવ ગામ, તા. સાવલી, જિ. વડોદરા)ને ઝડપી પાડ્યો હતો. આરોપીની સઘન પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું હતું કે, તેણે બાઈક 15 દિવસ પહેલાં દુમાડ ચોકડી બગીચા પાસેથી ચોરી કરી હતી. કુલ 6 બાઈક ચોર્યા'તા, જેમાં 3 કબ્જે કરાયા વધુ તપાસમાં તેણે અમિતનગર બ્રિજ નીચેથી, એરપોર્ટ સર્કલ સુવેઝ પંપ પાસેથી, સમા તળાવ પાસેથી, અને દુમાડ ચોકડીથી વધુ 5 બાઈકની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આરોપી પાસેથી વધુ 2 મોટરસાઇકલો કબજે કરી છે. આ ચોરીના ગુનાઓ સમા, હરણી, અને કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે. છેલ્લા દોઢ વર્ષથી ટુ-વ્હીલરને ચોરતો અને નજીવી કિંમતે વેંચતો આરોપી મનહરભાઇ વાદીએ આર્થિક લાભ મેળવવા માટે છેલ્લા દોઢ વર્ષથી ડેઇલી અપડાઉન કરતા અને નોકરીયાત નાગરિકો દ્વારા અમિતનગર, દુમાડ ચોકડી, સમા તળાવ, અને એરપોર્ટ સર્કલ ખાતે પાર્ક કરેલી ટુ-વ્હીલર વાહનોને નિશાન બનાવી ચોરી કરી હતી. ચોરેલી મોટરસાઇકલોને નજીવી કિંમતે વેચી આર્થિક ફાયદો મેળવ્યો હતો..

What's Your Reaction?






