‘મને પંખે ટીંગાડીને જતા રહેતા તો મારી દીકરીનું શું થાત?’:એક્ટ્રેસ ક્રિસ્ટીનાની માતા અંજુબેન રડી પડ્યા; જિગીષા પટેલ અને મનોજ પનારા મા-દીકરીની પડખે

રાજકોટમાં પાટીદાર પરિવારની મિકલતનો વિવાદ વધુ ગરમાયો છે. જેમાં પાટીદાર સમાજના અગ્રણીઓ મનોજ પનારા અને જિગીષા પટેલ સહિતના નેતાઓએ વિધવા અંજુબેન પરેશભાઈ અમૃતિયા અને તેમની ટીવી એક્ટ્રેસ પુત્રી ક્રિસ્ટીના પટેલને મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન પાટીદાર નેતાઓએ માતા-દીકરીને નૈતિક સમર્થન આપ્યું હતું અને આંતરિક પારિવારિક વિવાદનો ઉકેલ લાવવા સમાજ તેમજ પોલીસને અપીલ કરી હતી. મનોજ પનારાને વાત કરતા ક્રિસ્ટીનાના માતા ફરી રડી પડ્યા હતા. અંજુબેને રડતા રડતા કહ્યું હતું કે, અડધી રાત્રે તેઓ ઘરે આવ્યા ત્યારે એવો ડર લાગ્યો હતો કે, મને પંખે ટીંગાડીને જતા રહ્યા હોત તો મારી દીકરીનું શું થાત? આ બનાવે રાજકોટના પાટીદાર સમાજમાં એક નવો વળાંક લીધો છે. જ્યાં એક તરફ પરિવારનો આતંરિક વિવાદ ચાલી રહ્યો છે તો બીજી તરફ ભાજપના નેતાઓ પર ગંબીર આરોપ લાગી રહ્યા છે. રાત્રે ઘરમાં ઘૂસીને માતા પર હુમલો પણ કર્યો હતો: ક્રિસ્ટીના આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે ક્રિસ્ટીના પટેલે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ કરીને પોતાના મોટા પપ્પા અને ભાજપના નેતા એવા દિનેશ અમૃતિયા પર ગંભીર આરોપો લગાવ્યા હતા. કિસ્ટ્રીનાના જણાવ્યા મુજબ તેમના પિતાના મૃત્યુ બાદ મોટા પપ્પા દિનેશ અમૃતિયા અને તેમના પરિવારજનો તેમની માતા અને તેમને હેરાન કરી રહ્યા છે. તેઓ મિલકત પડાવી લેવા માટે દબાણ કરી રહ્યા છે અને રાત્રે નોટિસ આપવાના બહાને ઘરમાં ઘૂસીને તેમની માતા પર હુમલો પણ કર્યો હતો. આ ઘટના બાદ અંજુબેન અને ક્રિસ્ટીનાએ પોલીસ કમિશનરને અરજી આપીને ન્યાયની માગ કરી હતી, પરંતુ ભાજપના નેતાના દબાણ હેઠળ પોલીસ ફરિયાદ દાખલ ન કરતી હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. આ પણ વાંચો:- 'મોટા પપ્પા BJPમાં, પોલીસ ફરિયાદ નથી લેતી': પાટીદાર એક્ટ્રેસે રડીને કહ્યું, પિતાની હત્યા કરી હશે, મમ્મીને હેરાન કરે છે માતા-દીકરી એકલા રહે છે અમને હેરાન કરવા ન જોઇએ: જિગીષા પટેલ આ વિવાદમાં પાટીદાર અગ્રણી મનોજ પનારા અને જિગીષા પટેલે પ્રવેશ કરીને મામલાને નવો જ વળાંક આપ્યો છે. જિગીષા પટેલે જણાવ્યું હતું કે, મામલો ભેલ પરિવારનો હોય પણ એક પાટીદાર દીકરી અને તેની માતાની વાત છે તેથી અમે અહીંયા આવ્યા છીએ. તેઓને ન્યાય મળવો જોઇએ. જિગીષા પટેલે વધુમાં કહ્યું હતું કે, માતા અને દીકરી અહીંયા એકલા રહે છે અને તેમને હેરાન કરવા ન જોઇએ. ભલે તેઓ અલગ રહેતા હોય પણ તેઓ પરિવારનો જ હિસ્સો છે. સમાજના આગેવાનોએ આગળ આવીને આ આંતરિક મામલાને ઉકેલી લેવો જોઇએ. પોલીસને અપીલ કે આ પરિવારની ફરિયાદ લેવી જોઈએ: મનોજ પનારા મનોજ પનારાએ આ મામલે પોલીસની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, રાજકોટ પોલીસને અપીલ કે આ પરિવારની ફરિયાદ લેવી જોઈએ. કોઈ પણ આગેવાન આગળ આવે અને દીકરી અને તેઓના માતાની ફરિયાદ દૂર થાય અને ઘરનો મામલો ઉકેલાઈ જાય. આગેવાનોને પણ કહેશું કે આ વિવાદ શાંતિપૂર્વક ઉકેલાય તે માટે પ્રયાસ કરે. અત્યાર સુધીની જાણવા મળેલી વિગત મુજબ પોલીસનો રોલ સાવ નિંદનીય છે. 'મને પંખે ટીંગાડીને જતા રહ્યા હોત તો મારી દીકરીનું શું થાત?' પાટીદાર દીકરી અને એક્ટ્રેસ ક્રિસ્ટીના પટેલે પણ મીડિયા સમક્ષ આવીને જણાવ્યું હતું કે, ગઈકાલે અમે મીડિયામાં સાથે વાત કરી અને જે કંઈ આરોપ લગાવ્યા એ સત્ય છે. મારા પપ્પા સતત મારા સંપર્કમાં હતા. મારા માતા અને પિતા વચ્ચે અણબનાવ હતો. અમને પૈસાની લાલચ નથી. ક્રિસ્ટીનાના માતા અંજુબેને રડતા રડતા પોતાની વ્યથા વ્યક્ત કરતા કહ્યું હતું કે, અડધી રાત્રે તેઓ ઘરે આવ્યા ત્યારે મને એવો ડર લાગ્યો હતો કે, મને પંખે ટીંગાડીને જતા રહ્યા હોત તો મારી દીકરીનું શું થાત? આ નિવેદનથી પરિવારમાં ચાલી રહેલા તણાવ અને ભયનો અંદાજ લગાવી શકાય છે. અંજુબેન અને ક્રિસ્ટીના પટેલ સામે 10 કરોડની માનહાનિનો દાવો આ મામલામાં ભાજપના નેતા દિનેશ અમૃતિયાએ પણ ગઈકાલે મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને તમામ આરોપો ફગાવી દીધા હતા. તેમણે અંજુબેન અને ક્રિસ્ટીના પટેલ સામે 10 કરોડની માનહાનિનો દાવો કર્યો છે. દિનેશ અમૃતિયાના જણાવ્યા મુજબ પરેશ અમૃતિયાએ વર્ષો પહેલાં એક વીલ બનાવી હતી, જેમાં તમામ મિલકત તેમના નામે હોવાનું જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે, માતા-દીકરી છેલ્લા 14 વર્ષથી તેમના દિવંગત ભાઈથી અલગ રહે છે. આ નિવેદનોથી વિવાદ વધુ ગૂંચવાયો છે અને બંને પક્ષો વચ્ચે કાનૂની લડાઈ શરૂ થઈ છે. જોકે, આજે ક્રિસ્ટીનાએ દિનેશ અમૃતિયાની તમામ બાબતોને ખોટી સાબિત કરવા માટે પૂરતા પુરાવા હોવાનો દાવો કર્યો હતો. આ મામલો શાંતિપૂર્ણ રીતે ઉકેલાશે કે કાનૂની ગૂંચવણોમાં વધુ ફસાશે? ઉલ્લેખનીય છે કે, સમગ્ર મામલાએ રાજકોટના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. એક તરફ એક વિધવા અને તેની દીકરી ન્યાય માટે રડી રહી છે, તો બીજી તરફ તેમના જ પરિવારના સભ્ય અને સત્તાધારી પક્ષના નેતા પર ગંભીર આરોપો લાગી રહ્યા છે. આ ઘટના સમાજમાં "બેટી બચાઓ"ના નારા અને વાસ્તવિકતા વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરે છે. પાટીદાર અગ્રણીઓના હસ્તક્ષેપથી આ મામલો શાંતિપૂર્ણ રીતે ઉકેલાશે કે કાનૂની ગૂંચવણોમાં વધુ ફસાશે, તે આવનારા સમય જ બતાવશે. પરંતુ હાલ તો સમગ્ર સમાજની નજર આ માતા-પુત્રી અને ભાજપના નેતા વચ્ચે ચાલી રહેલા ઘર્ષણ પર ટકેલી છે.

Aug 5, 2025 - 16:48
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow