અમીરગઢની સરકારી વિનયન કૉલેજમાં સપ્તધારા કાર્યક્રમ:વિદ્યાર્થીઓએ 'વર્ષાઋતુ' વિશે ગીત સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો
અમીરગઢની સરકારી વિનયન કૉલેજમાં સપ્તધારા અંતર્ગત ગીત-સંગીત અને નૃત્યધારા અન્વયે 'વર્ષાઋતુ' વિશે ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં કૉલેજના સેમેસ્ટર 3ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધામાં ઝાખડિયા ચેતનભાઈ, ડાભી સાહિલભાઈ, પરમાર રાજુભાઈ, કાનાણી પાયલબેન, ચૌધરી ભાવનાબેન અને નાઈ હનીબેન સહિત અનેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પ્રતિયોગિતામાં ડાભી કાળીબેન પ્રથમ, ચૌધરી ભાવનાબેન હરેશભાઈ દ્વિતીય અને નાયી હનીબેન અશોકભાઈ તૃતીય સ્થાને રહ્યા હતા. સ્પર્ધામાં નિર્ણાયકની ભૂમિકા પ્રા. ફરહિના શેખ અને ડૉ. બ્રિજેશ પુરોહિત દ્વારા નિભાવવામાં આવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ કૉલેજના તમામ પ્રાધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ડૉ. નરેશ જોષી દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આભારવિધિ ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ. મહેશ પ્રજાપતિએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન ગીત સંગીત અને નાટ્યધારા કૉ-ઓર્ડિનેટર ડૉ. નરેશ જોષી દ્વારા કૉલેજના આચાર્ય ડૉ. એન. કે. સોનારાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

What's Your Reaction?






