કઠલાલમાં પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરી ઝડપ્યો દારૂ:અમદાવાદ-ઈન્દોર હાઈવે પરથી રૂ. 5 લાખનો વિદેશી દારૂ જપ્ત, ચાલક લસુન્દ્રા ગામમાં કાર મૂકી ફરાર

ખેડા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે કઠલાલના અમદાવાદ-ઈન્દોર હાઈવે પરથી રૂપિયા 5 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો છે. પોલીસે શંકાસ્પદ કારનો પીછો કરતાં આરોપી ચાલક લસુન્દ્રા ગામમાં કાર મૂકી ફરાર થઈ ગયો હતો. જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસના માણસો ગતરોજ કઠલાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. બાતમીના આધારે તેમણે અમદાવાદ-ઈન્દોર હાઈવેના ફાગવેલ ગામ નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાલાસિનોર તરફથી આવતી એક કારને શંકાના આધારે અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. કાર ચાલકે પોલીસને જોઈને કાર હંકારી મૂકી હતી. પોલીસે તરત જ વાહન મારફતે કારનો પીછો શરૂ કર્યો હતો. આરોપીએ લસુન્દ્રા ગામ તરફ કાર વાળી હતી. લસુન્દ્રા ગામની પંચાયત નજીક કારને બિનવારસી હાલતમાં છોડી ચાલક પોલીસ પહોંચે તે પહેલાં જ ફરાર થઈ ગયો હતો. પોલીસે કારની તલાશી લેતાં તેમાંથી વિદેશી દારૂની નાની-મોટી કુલ 1554 બોટલો મળી આવી હતી. જેની કિંમત રૂપિયા 5 લાખ 19 હજાર 744 છે. કાર સહિત કુલ રૂપિયા 10 લાખ 19 હજાર 744નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. પોલીસે આ મામલે કારના ચાલક, દારૂનો જથ્થો મોકલનાર અને દારૂનો જથ્થો મંગાવનાર એમ કુલ ત્રણ વ્યક્તિઓ સામે કઠલાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કારના નંબરની ઈગુજકોપમાં ચકાસણી કરતાં જાણવા મળ્યું કે કારની નંબર પ્લેટ ખોટી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

Aug 5, 2025 - 16:48
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow