નાકમાંથી લોહી અને આંખોમાંથી વહેતાં આંસુ...ઈશા સિંહને શું થયું?:'બિગ બોસ 18' ફેમ એક્ટ્રેસનો હાલ જોઈ ફેન્સ થયા ચિંતિત; સ્પષ્ટતા બાદ ચાહકો પણ ચોંક્યા

ટીવી એક્ટ્રેસ ઈશા સિંહનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે ધ્રુસકે ધ્રુસકે રડતી જોવા મળી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક્ટ્રેસના નાકમાંથી લોહી નીકળી રહ્યું હતું. તેની હાલત જોઈને ચાહકો ચિંતિત થઈ ગયા, ત્યારબાદ એક્ટ્રેસે વીડિયો પર સ્પષ્ટતા આપી છે. સોમવારે, ઈશા સિંહે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો પોસ્ટ કર્યો. તે કેમેરા સામે ખૂબ રડી રહી હતી અને તેના નાકમાંથી લોહી નીકળી રહ્યું હતું. પોસ્ટ પર, ચાહકોએ તેની હાલતનું કારણ પૂછવા કોમેન્ટનો વરસાદ કરી દીધો હતો. ચાહકોને ચિંતાતુર જોઈને, એક્ટ્રેસે થોડા સમય પછી તેના એકાઉન્ટ પરથી પોસ્ટ કરી અને લખ્યું- "નમસ્તે મિત્રો, મારો હેતુ કોઈને ડરાવવાનો નહોતો. આ મારા આગામી મ્યુઝિક વીડિયોમાંથી લેવામાં આવેલી એક ક્લિપ હતી. મારા માટે તમારી ચિંતા બદલ ખૂબ ખૂબ આભાર." ઈશા સિંહને લોકપ્રિય ટેલિવિઝન શો 'ઈશ્ક સુભાન અલ્લાહ'થી લોકપ્રિયતા મળી હતી. તેણે 2015ના શો 'ઇશ્ક કા રંગ સફેદ' સાથે એક્ટિંગની શરૂઆત કરી હતી, જે પછી તે 'એક થા રાજા એક થી રાની', 'ઇશ્ક સુભાન અલ્લાહ', 'પ્યાર તુને ક્યા કિયા', 'સિર્ફ તુમ ઔર બેકાબુ' જેવા શોનો ભાગ રહી છે. ઈશા સિંહે રિયાલિટી શો 'બિગ બોસ 18' માં પણ ભાગ લીધો હતો, જેમાં તેણે છઠ્ઠું સ્થાન મેળવ્યું હતું. શોમાં તેની અને અવિનાશની કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, ઈશાએ ટીવી એક્ટર શાલીન ભનોટને ડેટ કરી છે. હોસ્ટ સલમાન ખાને પણ બિગ બોસ 18ના વીકેન્ડ કા વારમાં તેમના ડેટિંગ પર કટાક્ષ કર્યો છે. તાજેતરમાં, એક્ટ્રેસ લાફ્ટર શેફ્સમાં જોવા મળી છે.

Aug 5, 2025 - 16:48
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow