યુરિયા માટે વલખા મારતા ખેડૂતો, જરૂરિયાત કરતાં ખાતરનો પુરવઠો ઓછો:સુરત જિલ્લામાં 75 હજાર હેક્ટરમાં ડાંગર, મકાઈ, કપાસ, શાકભાજી સહિત પાકનું વાવેતર, ખેડૂતો ચિંતામાં મુકાયા

આ વખતે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ ખૂબ જ સારી રીતે જામી ગયો છે. ખેડૂતો દ્વારા વાવેતર પણ કરી દેવામાં આવ્યું છે, ત્યારે યુરિયાની મોટી અછત ઊભી થઈ છે, જે ખેડૂતો માટે મોટો પડકાર બની રહે છે. ગત વર્ષની સરખામણી આ વખતે સરકાર દ્વારા યુરિયાનો પુરવઠો દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને સુરત જિલ્લાની અંદર ખૂબ ઓછો આપવામાં આવ્યો છે. તેને કારણે ખેડૂતો હવે ચિંતામાં મુકાયા છે. માત્ર 21000 ટન યુરિયાનો જથ્થો મળ્યો સુરત જિલ્લામાં જે રીતે હજારો હેક્ટરમાં ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવે છે, તેને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા યુરિયાનો પુરવઠો પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે છે. પરંતુ આ વખતે અત્યાર સુધીમાં માત્ર 21000 ટન યુરિયાનો જથ્થો ખેડૂતોને મળ્યો છે. 75000 હેક્ટર જમીનમાં જ્યારે વાવેતર થતું હોય ત્યારે 21000 ટન યુરિયાનો જથ્થો ખૂબ જ ઓછો માની શકાય છે. જો યુરિયા ન હોય તો ખેડૂતોના વાવેતર ઉપર મોટું સંકટ ઉભું થઈ શકે છે. પરંતુ આ વખતે સરકારે જાણે ઉદાસીન વલણ નાખ્યો હોય તે પ્રકારે ખેડૂતોને જરૂરિયાત કરતા ઓછા પ્રમાણમાં યુરિયાનો પુરવઠો મળ્યો છે. 'આ વખતે ખૂબ મોટી અછત ખેડૂતો અનુભવી રહ્યા છે' ખેડૂત અગ્રણી જયેશ દિલાડી જણાવ્યું કે, દર વર્ષે સુરત જિલ્લામાં સહકારી માધ્યમથી યુરિયાનું વેચાણ ખૂબ જ સારી રીતે અને પૂરતા પ્રમાણમાં થઈ જતું હતું. પરંતુ આ વખતે ખૂબ મોટી અછત ખેડૂતો અનુભવી રહ્યા છે. એપ્રિલથી લઈને સપ્ટેમ્બર મહિના સુધીની અંદર અંદાજે 37,000 ટન યુરિયાનો જથ્થો સરકાર તરફથી ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો, પરંતુ આ વખતે સરકારની નીતિના કારણે માત્ર 21000 ખેડૂતોને પ્રાપ્ત થયો છે. તાત્કાલિક અસરથી યુરિયાનો પુરવઠો પહોંચાડવા કૃષિમંત્રીને રજૂઆત તેને વધુમાં ઉમેર્યું કે, આગામી દસ દિવસની અંદર કેન્દ્ર સરકાર દ્વારા ઝડપથી યુરિયા ખાતરની વ્યવસ્થા કરવામાં આવે તેને ધ્યાનમાં રાખીને આજે કેન્દ્રીય કૃષિ મંત્રીને પત્ર લખીને સુરત જિલ્લાની સ્થિતિ અંગેની માહિતી આપી છે. કૃષિ મંત્રીને રજૂઆત કરી છે કે જેટલો ખેડૂતોને યુરિયાના જથ્થાની જરૂરિયાત હોય તેની ઝડપથી વ્યવસ્થા કરવામાં આવે.

Aug 6, 2025 - 14:39
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow