પાટણ પાસેના ગોડાઉનમાંથી તમાકુની બોરીઓ ચોરી કરનાર બે ઝડપાયા:ગોડાઉનના સુપરવાઇઝર અને શેઠના ડ્રાયવરે પૈસાની લાલચમાં 200 બોરી ચોરી, ભાગે પડેલા 95-95 હજાર પોલીસમાં જમા કરાવ્યા

પાટણ-ઊઝા રોડ પર કુડેર ગામ પાસે આવેલા 'બ્રહ્માણી ટોબેકો'ના ગોડાઉનમાંથી તમાકુની ચોરી થવાના કિસ્સામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. આશ્ચર્યની વાત એ છે કે આ ચોરી ગોડાઉનના માલિક અરવિંદભાઈ પટેલના જ બે કર્મચારીઓએ કરી હતી. બાલીસણા પોલીસની તપાસમાં ખુલ્યું કે ગોડાઉનના સુપરવાઈઝર રાજુજી જેણાજી ઠાકોર (34) અને અરવિંદભાઈ પટેલની ગાડીના ડ્રાયવર જશવંતભાઈ પટેલ (44) એ મળીને રૂ. 1.90 લાખની કિંમતની 200 બોરી તમાકુની ચોરી કરી હતી. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી પાટણની જ્યુડિશિયલ કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે બંને આરોપીઓને 5 ઓગસ્ટ, 2025 સુધીના રિમાન્ડ પર મોકલ્યા હતા. રિમાન્ડ પૂરા થતાં તેઓને ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડૉ. હિરલબેન પી. જોશીએ બંનેને રૂ. 15-15 હજારના જામીન પર મુક્ત કર્યા હતા. પોલીસ પૂછપરછમાં બંને આરોપીઓએ કબૂલ્યું કે તેમણે પૈસા કમાવવાની લાલચમાં આ ચોરી કરી હતી. તેમણે 24 જુલાઈ, 2025ના રોજ એક આઇશર ગાડીમાં તમાકુની 200 બોરી ભરીને ઊંઝાના મક્તપુર પાસેના એક ગોડાઉનમાં ખાલી કરી હતી અને આ જથ્થો વેચી દીધો હતો. ચોરીમાંથી મળેલા પૈસા બંને આરોપીઓએ સરખે ભાગે વહેંચી લીધા હતા. દરેકને રૂ. 95,000 મળ્યા હતા, જે તેમણે પાટણ એલસીબી પોલીસમાં જમા કરાવ્યા હતા. આરોપી જશવંત પટેલ છેલ્લા નવ વર્ષથી શેઠની ગાડીના ડ્રાયવર તરીકે અને રાજુજી છેલ્લા બે-ત્રણ વર્ષથી સુપરવાઇઝર તરીકે નોકરી કરતા હતા. રાજુજી શેઠના બિલ લાવવા-મૂકવા તથા બેંકમાંથી પૈસા લાવવા-લઇ જવાની જવાબદારી નિભાવતા હતા.

Aug 6, 2025 - 14:39
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow